આજકાલ આત્મહત્યાના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ફરીવાર એક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ત્રણ વર્ષના પુત્રને છાતીથી બાંધી એક મહિલાએ ચુનાભઠ્ઠીની એક ગગનચુંબી ઇમારતના ૧૫મા માળેથી ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના બે દિવસ પહેલા બની હતી.
આ ઘટના બાદ મહિલા અને તેના પુત્રનો મૃતદેહ ચુનાભઠ્ઠીના એક નાળામાંથી મળી આવ્યો હતો. મૃતક શ્રૂતિ મહાડીકનો તેના દિયર સાથે સંપત્તિ બાબતે વિવાદ ચાલતો હોવાથી તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું સુસાઇડ નોટમાં જણાવ્યું છે. આ ઘટના બાદ ચુનાભઠ્ઠી પોલીસ દ્વારા શ્રૂતિ અને તેના પુત્ર રાજવીરનો મૃતદેહ તાબામાં લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, શ્રૂતિ કુર્લાના કામગાર નગરમાં પુત્ર રાજવીર, પતિ યશરાજ, સસરા અને દિયર સાથે રહેતી હતી. શ્રૂતિના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા. સંપતિને લઇ દિયર સાથે વિવાદ ચાલી રહ્યો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, ૧૨ જાન્યુઆરીના રોજ શ્રૂતિ પુત્રને લઇ ઘરમાંથી બહાર નિકળી ગઈ હતી. જતી વખતે તેણે એક સુસાઇડ નોટ લખી હતી જેમાં દિયરના ત્રાસથી કંટાળી પોતે પુત્ર સાથે આત્મહત્યા કરી રહી હોવાનું જણાવ્યું હતું. આ સાથે તેણે તેની માતાને પણ ફોન કરી આ વાત જણાવી હતી.
શ્રૂતિની માતાએ તાત્કાલિક આ વાતની જાણ જમાઇને કરી પણ શ્રૂતિ ફોન ઘરે જ મૂકી ગઇ હોવાથી તેનો સંપર્ક થયો નહોતો. અંતે તેના પરિવારજનો દ્વારા રાત્રે તેની સુસાઇડ નોટ લઇ કુર્લાના નહેરુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસ દ્વારા તેની શોધ શરુ કરવામાં આવી હતી. ભારે મહેનત બાદ પોલીસે શ્રૂતિ અને તેના પુત્રના મૃતદેહ ચુનાભઠ્ઠીના એક નાળામાંથી શોધી કાઢ્યા હતા. આ ઘટના બાદ પોલીસ દ્વારા દિયર સચિન મહાડીકને તાબામાં લઇ તેની પણ પૂછપરછ શરુ કરવામાં આવી હતી.
શરૂઆતમાં પોલીસને શ્રૂતિની કોઇ ભાળ મળી નહોતી. પણ વિવિધ વિસ્તારના સીસીટીવી તપાસતા શ્રૂતિ તેના પુત્ર સાથે અહીંના લાલડોંગર વિસ્તારની એક બહુમજલી ઇમારતમાં પ્રવેશતા જોવા મળી હતી પણ તે બહાર નિકળતા જોવા મળી નહોતી તેથી આસપાસનો વિસ્તાર ખૂંદી નાંખતા બન્નેનો મૃતદેહ નાળામાંથી મળી આવ્યો હતો.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…