આ મંદિરમાં સ્થાપિત છે વિશ્વની સૌથી કિંમતી ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ, કિંમત જાણી આંખે અંધારા આવી જશે

222
Published on: 8:55 pm, Tue, 5 October 21

ઝારખંડમાં ઉત્તરપ્રદેશની સરહદ પાસે ગઢવા જિલ્લામાં ઉંટેરી ગામમાં બંશીધર મંદિર આવેલું છે. આ મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ દુનિયાની સૌથી કિંમટી છે. આ મૂર્તિને કુલ 1,280 કિલો સોનાથી બનાવવામાં આવી છે. કુલ 1,280 કિલો સોનાની કિંમત હાલનાં સમયમાં કુલ 716 કરોડથી પણ વધારે હોવાનો અંદાજ રહેલો છે. જો કે, આ મૂર્તિનું પ્રાચીન મૂલ્ય કુલ 2,000 કરોડથી પણ વધારે છે, જેનો અંદાજ વર્ષ 2014 માં આંકવામાં આવ્યો હતો.

સામાન્ય રીતે 5 ફૂટ જેટલી મૂર્તિ જ જોવા મળતી હોય છે પરંતુ તેનો એક મોટો ભાગ હજુ પણ પૃથ્વીની અંદર છે. શેષનાગ વાળો ભાગ જમીનની અંદર રહેલો છે. મંદિર ટ્રસ્ટીના જણાવ્યા પ્રમાણે હજુ સુધી આ મૂર્તિ વિષે ચોક્કસ સમયની ગણતરી થઇ શકી નથી. વર્ષ 2018 માં સરકાર દ્વારા શ્રી બંશીધરજીના મંદિરની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખી શહેરનું નામ નગર ઉંટારીથી બદલીને શ્રી બંશીધર નગર કરી દેવામાં આવ્યું છે.

જમીનની ઉપર ભગવાન બંશીધરની મૂર્તિ કુલ 5 ફૂટ જેટલી જમીનની અંદર દટાયેલ છે. કુલ 1,280 કિલો સોનાની કૃષ્ણ મૂર્તિની સાથે રાધાની પણ એક મૂર્તિ છે. આ મૂર્તિ અષ્ટધાતુની છે તેમજ એનું વજન અદાજે 120 કિલો છે. આ મૂર્તિની પણ આજના સમયમાં કિંમત અંદાજે કરોડોમાં આંકવામાં આવે છે.

કોરોનાને લીધે  માર્ચ મહિનાથી બંધ છે મંદિર :
ઝારખંડમાં કોરોનાના પ્રકોપને ધ્યાનમાં રાખી બધાં જ મંદિર 15 માર્ચથી બંધ રાખવામાં આવ્યાં છે. જો કે, આ મંદિરમાં પૂજા પાઠ સતત ચાલુ રહે છે. દર વર્ષે જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે. હજારો શ્રીકૃષ્ણ ભક્તો અહીં આવે છે. જયારે આ વર્ષે કોરોના મહામારીને લીધે ખૂબ ઓછા ભક્તો અહીં આવે છે. એક અંદાજ પ્રમાણે માત્ર 1 વર્ષમાં અહિ અંદાજે 10 લાખ લોકો દર્શન કરવા માટે આવે છે.

ઔરંગઝેબની પુત્રીએ મુગલના ખજાનામાંથી આ મૂર્તિને બનાવી :
શ્રી બંશીધર મંદિર ટ્રસ્ટના સલાહકાર ધીરેન્દ્ર કુમાર ચૌબે જણાવતાં કહે છે કે, મુગલ સમ્રાટ ઔરંગઝેબની દીકરી જૈબુન્નિસા શ્રી કૃષ્ણની ભક્ત હતી. તે સમયે મુગલોનો ખજાનો કલકત્તાથી દિલ્હી લઈ જવામાં આવ્યો હતો. ઉંટારી વિસ્તારમાં શિવાજીના સરદાર રૂદ્ર શાહ તેમજ બહિયાર શાહ રહેતા હતા. અહીંથી મુગલોનો જે પણ ખજાનો જતો તે શિવાજીના સરદાર લુટી લેતા હતા.

મુગલોએ બંશીધર ભગવાનની પ્રતિમા અન્ય કોઈ મંદિરમાંથી લૂંટી લીધી હતી. એવું માનવામાં આવે છે કે, શ્રી કૃષ્ણની જેબુન્નિસાએ આ મૂર્તિ ઉંટારીમાં રહેતા શિવાજીના સરદારો સુધી પહોચાડી હતી. શિવાજીના સરદારો મુગલોથી બચાવવા માટે મૂર્તિ ઉંટારીથી કુલ 22 કિમી દુર આવેલ પશ્ચિમમાં એક પહાડમાં છુપાવી દીધી હતી. આ મૂર્તિ હજારો વર્ષ જૂની છે, કારણ કે, મૂર્તિના શેષનાગ ઉપર કંઈક લખ્યું છે, જેને આજ સુધી કોઈ સમજી શક્યું નથી, તે શું લખ્યું છે તેમજ કઈ ભાષામાં લખ્યું છે. આ મૂર્તિ દક્ષિણની સ્થાપત્ય શૈલીની છે.

રાજમાતાને સ્વપ્નમાં આપ્યા દર્શન :
અહીંના રાજવી કુટુંબના રાજકુમાર તથા મંદિર સમિતિના મુખ્ય ટ્રસ્ટી રાજેશ પ્રતાપ દેવ જણાવે છે કે, રાજા ભવાનીસિંહ દેવના મૃત્યુ બાદ એમની રાણી શિવમાની કુંવર શાહી શાસન ચલાવી રહ્યા હતા. તેમણે 14 ઓગસ્ટ વર્ષ 1827 ના રોજ જન્માષ્ટમીનો ઉપવાસ કર્યા હતા. તે સમયે રાજમાતાને સ્વપ્નમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા હતાં.

ત્યારબાદ વારાણસીથી રાધા રાણીની અષ્ટધાતુની મૂર્તિ મંગાવીને શ્રી કૃષ્ણની સાથે 21 જાન્યુઆરી વર્ષ 1828 ના રોજ સ્થાપિત કરવામાં આવી હતી. ખોદકામ દરમિયાન મળી આવેલ વાંસળી વાદન કરતી મૂર્તિનું વજન 32 મણ એટલે કે કુલ 1,280 કિલો છે.

3.5 એકરમાં બનાવવામાં આવ્યું છે મંદિર :
ધીરેન્દ્ર કુમાર ચૌબે જણાવતાં કહે છે કે, મંદિરમાં સ્થાપિત મૂર્તિ સ્વયંભુ છે. આ તીર્થને મથુરા તેમજ વૃંદાવન જેટલું જ મહત્વ આપવામાં આવે છે. આ મૂર્તિમાં શ્રી કૃષ્ણ શેષનાગની ઉપર કમળના ફૂલ ઉપર વાંસળી વગાડીને નૃત્ય કરતા બિરાજમાન છે. શેષનાગ વાળો ભાગ જમીનમાં દટાયેલ છે. આ મંદિર અંદાજે 3.5 એકરમાં બનેલુ છે. મંદિરની ઊંચાઈ અંદાજે 50 ફૂટ છે.

ત્રીદિવોનું સ્વરૂપ છે આ મૂર્તિ :
ભગવાન શ્રીકૃષ્ણની આ મૂર્તિમાં ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ તથા શિવજી એમ ત્રણેય દેવોનું સ્વરૂપ છે. શ્રી બંશીધરજી, શિવજીની જેવા જટાધારી છે, વિષ્ણુજીની જેમ શેષનાગની પથારી ઉપર કમળના ફૂલ ઉપર બેઠા છે. કમળના ફૂલ ઉપર બ્રહ્માજી બિરાજમાન છે. આ રીતે આ મૂર્તિમાં બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ એમ ત્રણેયના દર્શન કરી શકાય છે

વંશ પ્રમાણે નિયુક્ત કરવામાં આવે છે પુજારી :
આ મંદિરના મુખ્ય પૂજારી પ. બ્રજ કિશોર તિવારી છે. મંદિરમાં પૂજારી વંશ પરંપરા દ્વારા જ નક્કી કરવામાં આવે છે. તેમના પૂર્વજો અહીં પૂજા કરતા હતા. આ તેમની સાતમી પેઢી છે. મંદિરનો જાપ કરનાર આચાર્ય પં.સત્યનારાયણ મિશ્રા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…