ત્રણ લાખ રૂપિયાની કંકોત્રી જોઈને આંખે અંધારા આવી જશે. દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એવા મુકેશભાઈ અંબાણી એ પોતાની એકની એક દીકરી ઈશા અંબાણીના લગ્ન વખતે ફક્ત કંકોત્રીમાં જ કરોડો રૂપિયા પાણીની જેમ વહાવી દીધા હતા. એક કંકોત્રી ની કિંમત આશરે ત્રણથી પાંચ લાખ રૂપિયા છે. આવી કેટલીય કંકોત્રીઓ મહેમાનોને પહોંચાડવામાં આવી હતી. હાલ સોશિયલ મીડિયામાં લાખો રૂપિયાની આ કંકોત્રી નો વિડીયો વાયરલ થયો છે, ત્યારે જોનારાઓને આંખો ફાટી ને ફાટી રહી છે.
તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર 2018 માં ઇશા અંબાણીની સગાઇ આનંદ પરિમલ સાથે થઈ હતી. અને 12 ડિસેમ્બર 2018 ના રોજ ઇશા અંબાણી ના લગ્ન થયા હતા. પરંતુ હાલ તેમના લગ્નની કંકોત્રી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. ઇશા અંબાણી ના લગ્ન ની કંકોત્રી સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ચર્ચાનો વિષય બની છે. કારણ કે આજ સુધી કોઈએ પણ આવી કંકોત્રી જોઈ નથી. ફક્ત કંકોત્રી ની કિંમત જ ત્રણથી ચાર લાખ રૂપિયા છે.
તમને જણાવી દઈએ કે, હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. ત્યારે ફરી એક વખત સોશિયલ મીડિયામાં ઇશા અંબાણીના લગ્ન ની કંકોત્રી નો વિડીયો વાયરલ થયો છે. જેટલી કંકોત્રી વૈભવી હતી એટલા લગ્ન પણ વૈભવશાળી હતા. આટલું જ નહીં, લગ્નના દિવસે ઇશા અંબાણીએ પહેરેલા પાનેતરની કિંમત સાંભળીને આંખે અંધારા આવી જશે. મળતી માહિતી અનુસાર, લગ્નના દિવસે પહેરેલા ડ્રેસ ની કિંમત આશરે 12 મિલિયન ડોલર એટલે કે ૯૦ કરોડ છે.
આટલું જ નહિ પરંતુ આકાશ અંબાણીના લગ્નમાં પણ ભવ્ય કંકોત્રી બનાવવામાં આવી હતી.
View this post on Instagram
આકાશ અંબાણીના લગ્નની કંકોત્રી પણ સોસીયલ મીસીયામાં વાયુવેગે વાયરલ થઇ રહી છે.
View this post on Instagram
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…