
હવામાન વિભાગની ઓફિસીયલ વેબસાઈટમાં ગઈકાલે બંગાળની ખાડીમાં બનેલું લો-પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઈ ચૂક્યું છે તેવું જણાવવામાં આવ્યું છે. અને આજે DD(ડીપ ડિપ્રેશન) સુધી પહોંચી ગયું છે. જેમ અગાઉ જણાવવામાં આવ્યું હતું તેવી જ રીતે આ વર્ષનું સૌથી પહેલું અને મોટું ડીપ ડિપ્રેશન બન્યું છે. લો-પ્રેશર ડીપ ડીપ્રેશન બનીને હજી પણ વધારે મજબૂત થાય તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે. એટલે કે, તે મીની વાવાઝોડુ બનવા જઈ રહ્યું છે.
ઉત્તર ભારતના રાજ્યો થઈ અને ઉત્તર મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન સુધી ડિપ્રેશનનો પ્રભાવ જોવા મળશે. 14 તારીખથી ગુજરાતમાં આ ડિપ્રેશનની અસર જોવા મળશે. આ ડિપ્રેશનને કારણે સૌથી વધારે વરસાદ 15 અને 16 તારીખ દરમિયાન જોવા મળે તેવી શક્યતા છે.
જ્યારે ગુજરાત નજીક આ ડિપ્રેશન પહોંચશે ત્યારે ગુજરાત પર પહેલેથી જ એક સિસ્ટમ સક્રિય હશે. જેને કારણે મજબૂત ટ્રફ બની શકે છે અને ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. લો-પ્રેશર સિસ્ટમ છેલ્લા બે દિવસથી નબળી પડેલ પૂર્વ રાજસ્થાન પર રહેલી આજે ગુજરાત પર ફરીથી આવી ગઈ છે. ગુજરાત પર લો-પ્રેશર સિસ્ટમ આવતા જ ગતરાત્રીથી ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ શરુ થયો છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડયો છે.
સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ અને મોરબીના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડયો છે. જ્યારે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો સહીત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વરસાદના વિસ્તારોમાં પણ વરસાદમાં વધારો થતો જોવા મળે છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…