કાળઝાળ ગરમી વચ્ચે ભયંકર વાવાઝોડાંની હવામાન વિભાગે કરી આગાહી- જાણો ગુજરાતમાં કેવી રહેશે પરિસ્થિતિ

4802
Published on: 12:24 pm, Mon, 2 May 22

ઉનાળાની આ કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે ચોમાસા પહેલાં આપ્યાં ભયંકર વાવાઝોડાંના સમાચાર. આમાં ચોમાસા પહેલા વાવાઝોડું આવશે કે નહીં! વિદેશના વૈજ્ઞાનિક એના લીસ્ટ મુજબ હાલમાં વાવાઝોડાને લઈને સૌથી મોટી ચેતવણી આપી રહ્યા છે.

હવામાન વિભાગનાં કહેવાં અને જણાવવા મુજબ વાવાઝોડું ગુજરાત સુધી પણ આવી શકે તેવી શક્યતાઓ છે. 5 મેં પછી બંગાળની ખાડીમાં સિસ્ટમ મોડલો દર્શાવી રહ્યા છે. 10 મેં આજુબાજુ વાવાઝોડુ આવી શકે છે. હજુ આગાહીમાં ઘણા ફેરફારો જોવા મળી શકે છે. આ વાવાઝોડામાં 90 કિમી ઝડપે પવન ફૂંકવાની શક્યતાઓ છે.

આ વાવાઝોડું ગુજરાત પર કેટલી અસર કરશે! તે જાણવું ખૂબ જ અઘરું છે કેમ કે, હજુ નક્કી નથી કે વાવાઝોડું કેટલી મજબૂતાઈથી આગળ વધશે. ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાઈ ગયા છે સાથે સાથે માહિતી મળી છે કે,

10 થી 12 મે ની વચ્ચે ચોમાસાંની શરૂઆત થઈ જશે. સૌપ્રથમ ચોમાસાની શરૂઆત દક્ષિણ ભારતના નીચેના સમુદ્રથી થાય છે. હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

આ આગાહી વ્યક્ત કરતાં જણાવવામાં આવ્યું છે કે, આગામી થોડાક દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અને વાવાઝોડું આવવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. આ આગાહીથી સૌરાષ્ટ્રના ખેડૂતોમાં ખુબ જ ચિંતા જોવા મળી રહે છે કારણ કે તૌકતે વાવાઝોડા પછી જો આ વર્ષે ફરી વાવાઝોડું આવશે તો ખેડૂતો ને ખુબ જ મોટું નુકશાન થઈ શકે છે.

ત્યાર પછી ગરમીનો પારો વધવાની સંભાવના પણ વ્યકત કરવામાં આવી છે. ત્યારે આ વર્ષે ચોમાસાને લઈને ખાનગી સંસ્થા દ્વારા પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તેની સાથે-સાથે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…