નવરાત્રી બગાડશે વરસાદ! આવનારા પાંચ દિવસ આ વિસ્તારોમાં ધમરોળશે મેઘરાજા- અંબાલાલ પટેલે આપી મહત્વની માહિતી

194
Published on: 4:12 pm, Sat, 9 October 21

ગુજરાત રાજ્યમાં ચોમાસું હવે વિદાય લેવાની તૈયારીમાં છે. ત્યારે હજુ પણ હવામાન વિભાગ દ્વારા અને અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલમાં તો કોઈ સિસ્ટમ સક્રિય નથી. પરતું હવામાં ભેજ હોવાથી કેટલાક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગે અને અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

નવરાત્રી બગાડી શકે છે વરસાદ:
અત્રે ઉલ્લેખનીય છે કે, આજથી નવરાત્રિનો શુભારંભ થઈ રહ્યો છે. ત્યારે વરસાદનું વિઘ્ન ખૈલયાઓની નવરાત્રી બગાડી શકે લાગી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલમાં કોઈ સિસ્ટમ સક્રિય થઈ નથી પરતું ભેજવાળા વાતાવરણના કારણે વાદળો બંધાઈ રહ્યા છે અને જેને લીધે આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં પવન સાથે હળવાથી માધ્યમ વરસાદ પડવાની શક્યાતાઓ સેવાઈ રહી છે. ચોમાસું હવે વિદાય લેવાના આરે છે. ત્યારે ફરી એક વખત સામાન્ય રીતે છુટો છવાયો વરસાદ પડી શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

વરસાદને લઇ હવામાન વિભાગે કરી મોટી આગાહી:
રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં પડેલા ભારે વરસાદે ગુજરાતમાં ઘણા સ્થળોએ તારાજી સર્જી હતી. ત્યારે ભારે વરસાદને કારણે નદી, નાળા અને જળાશયોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને જેથી અનેક જિલ્લાઓમાં રોડ રસ્તા અને વીજપોલને ખુબ જ મોટા પાયે નુક્સાન થયું હતું. તો ખેડૂતોએ તૈયાર કરેલા પાકમાં પણ વરસાદી પાણી ફરી વળતા ખેડૂતા પાકને પણ નુક્સાની જતા ખેડૂતોમહેનત એળે ગઈ હતી અને જગતનો તાત નિરાધાર બન્યો હતો. ત્યારે હવે માંડ માંડ ખેડૂતોની સ્થિતિ થાળે પડે છે, ત્યારે ફરી વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે જેને લીધે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને કરવામાં આગાહી:
રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે આવામાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે, 8 થી 12 ઓક્ટોબર સુધીમાં એટલે કે આગામી પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે. જ્યારે 12 ઓક્ટોબર સુધીમાં ગુજરાત રાજ્યના દરિયા કાઠે ખુબ જ ઝડપથી પવન ફૂકાશે. ત્યારે હવે ચોમાસું વિદાય લેવાને આરે છે. ત્યારે અંબાલાલ પટેલે પણ વરસાદ પડે તેવી શક્યતો વ્યક્ત કરી છે. જેથી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…