આજકાલ અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે રાજસ્થાનના કોટાથી ફરીવાર એક ચકચારી અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બહેનના લગ્ન પહેલા જ ભાઈઓનું મૃત્યુ થઇ જતા પરિવારમાં માતમ છવાઈ ગયો. મળતી માહિતી મુજબ, બંને ભાઈઓ સુથારીનું કામ કરતા હતા. બંને ભાઈઓ સાથે કામ કરવા માટે જતા અને સાથે જ ઘરે પાછા આવતા હતા.
બહેનના લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. માટે બંને ભાઈ ખુબ જ તૈયારી કરી રહયા હતા. ભાઈઓનું સપનું હતું કે, પોતાની બહેનના લગ્ન ખુબજ ધૂમધામથી કરે. એક દિવસ બંને ભાઈઓ સાંજે કામ પતાવીને ઘરે આવી રહયા હતા. તે દરમિયાન, પાછળથી આવતા એક વાહન સાથે તેમની ટક્કર થઇ જતા બંને ભાઈઓનું મોત નીપજ્યું હતું.
પરિવારને આ વાતની જાણ થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. બહેનને તો વિશ્વાસ જ નહતો થઇ રહ્યો કે તેના બંને ભાઈણા મોત નીપજ્યા છે. બાદમાં આખો પરિવાર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
બંને દીકરાઓનું મૃત્યુ એક સાથે થઇ જતા. ઘટનાને લઈને આખા ગામમાં માતમ છવાઈ ગયો. બંને ભાઈઓના બહેનની ડોલી ઉઠાવવાના સપના અધૂરા રહી ગયા. જયારે બંને ભાઈઓની અર્થી ઉઠી તો આખું ગામ રડી પડ્યું. ભારે દિલે આખા ગામે દીકરાઓને અંતિમ વિદાય આપી હતી.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…