જે કેરીની છાલને બધા જ લોકો કચરામાં ફેંકી દે છે તે શરીર માટે ખૂબ જ છે ફાયદાકારક

Published on: 10:53 am, Thu, 15 July 21

કેરી ખાવામાં જેટલી સ્વાદિષ્ટ છે એટલાજ તેના ફાયદા પણ છે. પરંતુ કેરીની છાલ તમેં નકામી સમજીને ફેંકી દો છો તે છાલ ના પણ ઘણા બધા ફાયદા છે.કદાચ જાણીને તમે કેરીની છાલ ફેંકવાનું જ ભૂલી જશો. કેરીની છાલથી તમે તમારા સ્વાસ્થ્ય અને સુંદરતાને લગતી બધી સમસ્યાઓ નો નાશ કરી શકો છો.

કેરીની છાલમાં એન્ટી ઓક્સિડેન્ટ ગુણ જોવા મળે છે, જે આપણને કેન્સરથી બચાવે છે, કેરીની છાલ આપણને ફેફસાના કેન્સર, આંતરડાનું કેન્સર, મગજનું કેન્સર અને સ્તન કેન્સરથી બચાવી શકે છે. કેરીની છાલ માં છોડમાં જોવા મળતા ફાયટોન્યુટ્રિઅન્ટ્સથી ભરપુર હોય છે.

કેરીની છાલ હાર્ટ સ્વાસ્થ્ય માટે પણ ખુબજ સારી છે અને હાર્ટ એટેક અને કાર્ડિયાક એરેસ્ટ જેવી હાર્ટને લગતી સમસ્યાઓથી પણ બચાવી શકે છે. આટલું જ નહીં, તમે કેરીની છાલથી ચહેરાના ટેનિંગને પણ દૂર કરી શકો છો, આ માટે તમારી ત્વચા પર કેરીની છાલ લગાવો અને હાથથી મસાજ કરો. જો તમે તેને થોડા સમય પછી ધોઈ લો, તો તમારી ત્વચામાંથી ટેનિંગ દૂર થઈ જશે અને તમારા ચહેરા પરગ્લો જોવા મળશે.

કેરી ની છાલમાં ફાઈબર હોય છે, જે પાચક શક્તિને સ્વસ્થ રાખે છે. તેમાં વિટામિન એ, સીની સાથે એન્ટીઓકિસડન્ટ ગુણ પણ હોય છે, જે તમારી રોગપ્રતિકારક શક્તિ ને વધારવાનું કાર્ય કરે છે.કેરીમાં ડાયેટરી ફાઇબર, કોપર, ફોલેટ વગેરેની સાથે વિટામિન એ, બી 6, સી ભરપૂર માત્રામાં હોય છે.

તેમાં રહેલા વિટામિન સી, ઇ, પોલિફેનોલ્સ, કેરોટિનોઇડ્સ અને ફાઈબર છોડ માટે ખૂબ જ સારા છે. તેથી આ ઉનાળામાં, તમારા છોડ માટે કેરીની છાલમાંથી બનેલા ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ પણ કરી શકો છો.