ગુજરાતમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. અનેક લોકો અકસ્માતમાં જીવ પણ ગુમાવતા હોય છે. ત્યારે આજે ફરી એકવાર આવી જ એક ઘટનાં સામે આવી છે. બનાસકાંઠાના ધાનેરાના એક પરિવારને રાજસ્થાનના બાડમેર નજીક અકસ્માત નડ્યો છે. ટ્રક અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતા 4 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. જ્યારે અકસ્માતમાં 8 વર્ષના બાળકની હાલત ગંભીર જણાતા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યો છે. જોકે, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, બનાસકાંઠાના ધાનેરાનો મહેશ્વરી પરિવાર ભટીયાણી માતાજીના દર્શન માટે ગયો હતો. તે દરમ્યાન ગાડીમાં ધાનેરા પરત ફરી રહ્યા હતા ત્યાં અચનક અકસ્માત સર્જ્યો હતો. મહેશ્વરી પરિવાર ઘરે પરત ફરી રહ્યો હતો તે દરમિયાન તેમની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં પરિવારના 4 લોકોના મોત થયા છે. જ્યારે એક 8 વર્ષની બાળકી ઇજાગ્રસ્ત થઈ છે.
રાજસ્થાન બાડમેર નજીક ગુડા માલાની પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે મહિલા સહિત 3 લોકોના ઘટના સ્થળ પર મોત થયા છે. જ્યારે એક મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. તો બીજી તરફ અકસ્માતમાં ઘાયલ થયેલા 8 વર્ષના બાળકની હાલત ગંભીર જણતા હાલ તેની સાંચોર સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જોકે, એક જ પરિવારની 3 મહિલા અને 1 વ્યક્તિનું અકસ્માતમાં મોત થતા પરિવાર સહિત ગામમાં શોકનો માહોલ છાવાયો છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…