રમતા-રમતા નાનકડી બાળકી ઊંડા બોરવેલમાં પડી જતા, આખું ગામ બચાવવા દોડ્યું- પરંતુ કલાકોની જહેમત બાદ…

394
Published on: 3:47 pm, Mon, 20 December 21

મધ્યપ્રદેશમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં નાનકડી દીકરી બોરવેલમાં પડી જાય છે, અને કલાકો સુધી બોરવેલમાં જ પડી રહે છે. મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશના છતરપુર માંથી આ ઘટના સામે આવી છે. દિવ્યાંશી નામની નાની દીકરી રમતા રમતા બોરવેલમાં પડી હતી પડતા ચારેબાજુ ચકચાર મચી હતી.

તમને જણાવી દઈએ કે, દિવ્યાંશીના માતા-પિતા મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. મજૂરીકામ કરતા હોવાથી દિવ્યાંશી માતા-પિતાની સાથે જ રહે છે. દિવ્યાંશીના માતા પિતા પણ, જ્યાં મજૂરી કરવા જાય ત્યાં દિવ્યાંશી ને સાથે લઈ જાય છે.

એક દિવસ મજૂરી કામ કરતી વખતે દિવ્યાંશીનો અવાજ આવતા માતા-પિતા તેને બચાવવા દોડ્યા હતા. ઘટના અનુસાર બપોરના ત્રણ વાગ્યા હતા, અને માતા-પિતા બંને પોતાની મજૂરી કરી રહ્યા હતા. તે દરમિયાન દિવ્યાંશી ‘બાજુમાં રમવા જાઉં છું ‘ કહીને ગઇ હતી. અને અચાનક અવાજ આવતા, માતા-પિતા દીકરી પાસે પહોંચ્યા હતા. ઘણી શોધખોળ બાદ માલુમ પડ્યું કે દિવ્યાંશી બોરવેલમાં પડી ગઈ છે.

તાત્કાલિક દિવ્યાંશીના માતા-પિતાએ સરપંચને ફોન કર્યો હતો અને ઘટના અંગે વાત કરી હતી. ત્યારબાદ ઘટના સ્થળે પોલીસ પણ આવી પહોંચી હતી. ગણતરીની મીનીટોમાં આખું પોલીસ તંત્ર અને NDRF ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના સ્થળની માહિતી મેળવતા જ બચાવકામગીરી શરુ કરી હતી અને દિવ્યાંશીને બહાર કાઢવાનું કામ શરૂ કરી દીધું હતું.

માતા-પિતાના રડી રડીને બેહાલ થઇ ગયા હતા. કલાકોની જહેમત બાદ દિવ્યાંશીને સલામત બહાર કાઢવામાં આવી હતી. દિવ્યાંશી છેલ્લા સાત કલાકથી બોરવેલમાં ફસાયેલ બેઠી હતી, પરંતુ પોલીસ અને એનડીઆરએફની ટીમે દિવ્યાંશીને સહી-સલામત બહાર કાઢી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…