પોતાના લગ્નમાં વીર દિવંગત બીપીન રાવતને સ્થાન આપી, આ નવવધુએ અનોખો દેશપ્રેમ બતાવ્યો

151
Published on: 2:02 pm, Fri, 10 December 21

તારીખ 8 ડિસેમ્બરના રોજ તમિલનાડુમાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, હેલિકોપ્ટરમાં સવાર 14 લોકોમાંથી 13 મૃત્યુ થયા હતા. હેલિકોપ્ટરમાં વરિષ્ઠ અધિકારીઓ સહિત જનરલ બિપીન રાવત અને તેમના પત્ની પણ સાથે હતા. હેલિકોપ્ટર ક્રેશ દરમિયાન દરેક જવાનો અને બિપિન રાવતનું મૃત્યુ થયું હતું. આ સમાચારથી સમગ્ર દેશ હલબલી ગયો હતો. દેશના કરોડો લોકોએ આ વીર જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

હાલ લગ્નગાળો જોર-શોરથી ચાલી રહ્યો છે. તેવામાં એક લગ્નમાં દંપતીએ અનોખી પહેલ કરી હતી. લગ્ન પંડાલમાં આ વીર દિવંગત સેના પ્રમુખને સ્થાન અપાયું હતું.

મળતી માહિતી અનુસાર, સુખપર માં એક લગ્ન યોજાયા હતા. જેમાં મંડપ માં પ્રવેશતા જ ગણેશજીની પ્રતિમા સાથે દીવગત પરિવારજનોના ફોટાઓ સાથે વીરગતિ પામેલા જનરલ બિપીન રાવતજીનો  ફોટો પણ મૂકવામાં આવ્યો હતો. ખરેખર આ દેશ પ્રેમ જોઈ ને લગ્નમાં આવનાર દરેક સંબંધીઓની છાતી ગર્વથી ફૂલી ગઈ હતી. લગ્નના દિવસે આવું વિચારનાર આ દંપતીના ચારે બાજુ વખાણ થઇ રહ્યા છે, અને તેમના આ દેશપ્રેમને લોકો વધાવી રહ્યા છે.

ખરેખર આજના સમયમાં આવો દેશપ્રેમ ખુબ જ દુર્લભ છે. કેમ કે, પોતાના લગ્નમાં આ વીર જવાનોને સ્થાન આપવું ખુબ જ ગર્વની વાત કહેવાય. ખરેખર આજે સોસીયલ મીડિયામાં આ તસ્વીરો વાયરલ થતા લોકો આ નવવધુનના આ વિચારને વંદન કરી રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…