
ઉત્તર પ્રદેશના આગ્રામાં એક ચોકાવનાર ઘટના સામે આવી છે. અહીંથોડા દિવસ પહેલા અપહરણ થયેલ કોલ્ડ સ્ટોરેજ માલિકના એકમાત્ર પુત્રની હત્યા કરવામાં આવી હતી. તેના મિત્રોએ જ આ ઘટનાને અંજામ આપ્યો હતો. હત્યા બાદ મૃતદેહને કોરોના ડેડ ગણાવ્યા બાદ સ્મશાનમાં પી.પી.ઇ કીટ પહેરીને બાળી નાખવામાં આવ્યો હતો. પોલીસે આ કેસમાં 5 લોકોની અટકાયત કરી છે.હત્યારાઓએ પીડિત પરિવાર પાસેથી બે કરોડની ખંડણી માંગી હતી.
મૂળ બારહાન શહેરનો વતની સુરેશ ચૌહાણ આગ્રાના દયાલબાગ વિસ્તારમાં રહે છે. તેમની પાસે પોતાનો કોલ્ડ સ્ટોરેજ છે. 21 જૂનની રાત્રે તેનો એકમાત્ર પુત્ર સચિન ચૌહાણ ગુમ થયો હતો. પરિવારજનોએ પોલીસ સ્ટેશન નવી આગ્રામાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન પરિવારના સભ્યો પાસેથી 2 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. આ મામલો જાહેર થતાં એસટીએફ પણ સક્રિય થઈ ગઈ હતી.
ત્યાના એસટીએફ ઈન્સ્પેકટર હુકમસિંહે ગઈકાલે રાત્રે દયાળબાગના તુલસી વિહારમાંથી સુમિત નામના યુવકને ઝડપી લીધો હતો. તેની પૂછપરછના આધારે ન્યૂ આગ્રા અને કમલાનગર પોલીસ સ્ટેશન વિસ્તારના અન્ય ચાર યુવાનોની પણ અટકાયત કરવામાં આવી હતી અને એક લક્ઝરી કાર મળી આવી હતી. પૂછપરછ દરમિયાન યુવકોએ જણાવ્યું હતું કે તેઓએ ખંડણી માટે સચિનનું અપહરણ કર્યું હતું.
સચિન તેનો મિત્ર હતો.અપહરણની તે જ રાતે તેની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. આ પછી પી.પી.ઇ. કીટ ખરીદ્યા પછી બાલકેશ્વર સ્મશાનગૃહ ગયા અને સચિન ને કોવિડ દર્દી કહીને અંતિમ સંસ્કાર કર્યા. લોકો તેને પી.પી.ઇ કીટથી ઓળખી શક્યા નહીં અને કોરોનાનું નામ સાંભળીને બધ લોકો દુર રહ્યા.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર અપહરણ અને હત્યાનું આ કાવતરું સચિનના બિઝનેસ પાર્ટનર હર્ષ ચૌહાણે રચ્યું હતું.સચિન ના ૫૦ લાખ રૂપિયા બાકી હતા. આવી સ્થિતિમાં જો બે કરોડ ન મળ્યા તો પણ હત્યારાઓને ૫૦ લાખનો લાભ મળી રહ્યો છે. સચિનના પિતા બરહનમાં કોલ્ડ સ્ટોરેજ ચલાવે છે. તે જીલ્લાપંચાયતના સરકારી ઠેકેદાર છે. સચિન તેની સાથે કામ કરતો હતો.