રાજ્યમાં કોઈએ ન કરી હોય તેવા ફળની ખેતી કરીને આ ખેડૂતભાઈએ સર્જ્યો ઇતિહાસ- સુવર્ણ અક્ષરે લખાશે નામ

245
Published on: 10:04 am, Sun, 17 October 21

સૌ કોઈને જાણ હશે જ કે, ઉનાળામાં ફાલસા ફ્રુટનું સેવન કરવાથી હાઈ બીપી-લો તેમજ બીપીમાં આંતરિકપણે રાહત મળતી હોય છે તથા ઉનાળામાં ધોમધખતા તાપમાં લુ ન લાગવી એવા કેટલાક પ્રકારના ફાયદા થતા હોય છે. આમ, ફાલસા કેટલાક આયુર્વેદિક ગુણધર્મો ધરાવે છે.

આજે આપણે નાના એવા ચરખડી ગામમાં રહેતા પ્રગતિશીલ ખેડૂત ચંદુભાઈની વાત કરવા જઈ રહ્યા છીએ કે, જેમણે ફાલસાની ખેતી કરીને મબલખ કમાણી કરી બતાવી છે. તેઓએ પોતે જ ફાલસાનું મૂલ્યાંકન કરીને ફાલસા ક્રશ કરીને ફાલસા જયુસની બોટલીંગ કરીને બજારમાં વેચીને ખુબ સારી એવી કમાણી કરી રહ્યા છે જયારે અન્ય એક ફાયદો જોઈએ તો ફાલસા ફ્રુટના એક કિલોના 200 રૂપિયા લેખે સારી આવક કરીને કમાણી કરી છે,

વીરપુર નજીકના ચરખડી ગામના એક પ્રગતિશીલ ખેડૂત ચંદુભાઈ સગપરિયાએ પોતાના ખેતરમાં ગરમીમાં રાહત આપતા ફાલસા ફળની ઉમદા ખેતી કરી બતાવી છે, તેઓએ જાતે જ તેનું મૂલ્યાંકન કરીને કમાણી કરી છે. એક પ્રગતિશીલ ખેડૂતનું અનોખું ઉદાહરણ પૂરૃં પાડ્યું છે.

ફક્ત 8 ચોપડી ભણેલા આ પ્રગતિશીલ ખેડૂત ચંદુભાઈ જણાવે છે કે, પોતે પોતાના ખેતરમાં આજથી 2 વર્ષ થયા આ ફાલસાની ખેતી કરી રહ્યા છે એમનું આ ત્રીજુ વર્ષ છે. ગુજરાતની ઉપરાંત હરિયાણા, પંજાબ, મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશમાં ફાલસાની ખેતી કરાઈ રહી છે.

સૌરાષ્ટ્રમાં અંદાજે તેઓ સૌપ્રથમ ખેડૂત છે કે, જેમને ફાલસાની ખેતી કરી બતાવી છે. ચંદુભાઈ સગપરિયાએ પોતાની 15 વિઘા જમીનમાં ફાલસાનું વાવેતર કર્યું છે. ફક્ત 15 વિઘામાં બે હાર તેમજ બે છોડ વચ્ચે 16 બાય 16 ફૂટના અંતરે કુલ 800 નાના ઝાડ ઉભા છે કે, જે હાલમાં 3 વર્ષ છોડ થઈ ગયા છે.

ફાલસાના આ રોપાનું વાવેતર કરીને દર વર્ષે 25 ડિસેમ્બર પછી કટિંગ અથવા તો છાંટણી જમીનથી 2 ફૂટ ઉંચેથી કરવાની તેમજ ત્યારે જ પાયાનું ખાતર થડ દીઠ 40 કિલો છાણીયું ખાતર તેમજ 2 કિલો માઈક્રોન્યુટલ આપવાનું પેલો તબક્કે કટિંગ કર્યા પછી ડ્રિપથી 10 દિવસે 3 કલાક બાદમાં 5 દિવસે 2 કલાક તેમજ ફ્રુટ લાગે ત્યારે ડેયલી 1 કલાક તેમજ પાક પડે ત્યારે 2 દિવસે 1 કલાક ડ્રિપથી પિયત આપવાનું હોય છે.

ફાલસાના પાકમાં ડાળી ફૂટતી જાય તેમજ ફાલ લાગતો જાય જાન્યુઆરી-ફેબ્રુઆરીથી ફાલ આવવા માંડતા હોય છે તેમજ એપ્રિલમાં પાક તૈયાર થવા લાગે છે, ફાલસાના પાકમાં માઈક્રોન્યુટલ તથા જીબ્રા ઉપરથી ફ્રુટનું બંધારણ થઈ ગયા પછી છટકાવ કરવાનો રહે છે. ફેબ્રુઆરીમાં મગ જેવડા લીલા ફાલસા થઈ જાય છે બાદમાં તેને કોઈ ખાતરની જરૂર પડતી નથી.

ચંદુભાઈ જણાવે છે કે, ફાલસાના પાકમાં કોઈપણ જાતનો રોગ આવતો નથી એટલે કે, કોઈ છટકાવ કરતા નથી. ફાલસાનું ઉત્પાદન માર્ચ-એપ્રિલ માસમાં શરૂ થઈ જાય છે કે, જે ચણીયા બોર જેવા લાગે છે, ફાલસા ફ્રુટ પાકયા પછી કાળુ પડે એટલે તેનોઙ્ગ ટેસ્ટ ઉત્તમ ગુણવાળો મિઠો મધુર લાગે છે.

હાલમાં ઉત્પાદન શરુ છે તેમજ એક થડ દીઠ લગભગ 10 કિલો જેટલું ઉત્પાદન થવાની ધારણા રહેલી છે કે, જે કુલ 15 વીઘામાં 800 ઝાડમાંથી લગભગ 5 કિલોનાં હિસાબે 4,000 કિલોનું ઉત્પાદન થવાની ધારણા રહેલી છે. ફાલસાની ખેતી કરવાનું કારણ જણાવે છે કે, આની ખેતી કરવાથી અનેક ફાયદાઓ થયા છે.

એક તો બાગાયતી ખેતી લાંબી મુદત તેમજ ઉનાળાની સિઝનમાં ગરમીમાં ઠંડક આપતું ઔષધીય ફળ હોવાથી તે ફાલસા છે, ફાલસા એ કાળા ઉનાળામાં થતો પાક છે કે, જે એક આયુર્વેદિક ફ્રુટ છે, ફાલસા ફ્રુટમાં કેરોટીન, મેગ્નેશિયમ, કેલ્શિયમ જેવા વિટામીન વિપુલ માત્રામાં કુદરતે ઠાસોઠાસ ભરેલા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…