વર્ષો જૂની કોઈપણ બીમારીમાંથી છુટકારો મેળવવા ઘરે બેઠા અપનાવો આ દેશી આયુર્વેદિક ઉપાય

184
Published on: 3:40 pm, Wed, 27 October 21

હાલના સમયમાં અનેકવિધ લોકો કેટલીક બીમારીથી પીડાતા જ હોય છે ત્યારે ટરમરિક કે, જેને સામાન્ય રીતે હળદર તરીકે ઓળખવામાં આવે છે ત્યારે બધા જ ભારતીયો ઘરમાં જમવાનું બનાવવાનું એક અભિન્ન અંગ છે. કરીનો પીળો રંગ કે, જેમાં હળદરનો ઉપયોગ કરવામાં આવે છે, ફક્ત ભોજનમાં રંગ જ નહિ પણ એનાથી બીજા પણ કેટલાક એક્સ્ટ્રા ફાયદા થાય છે.

હળદરનો ઉપયોગ ઠંડીમાં ઔષધિઓ તરીકે કરવામાં આવતો હોય છે ત્યારે તમે કરીમાં ચમક જોડવાની ઉપરાંત હળદરનું સેવન કરવાની એક આસાન રીત હળદરના પાણીના રૂપમાં રહેલી છે. હળદરનું પાણી આપણી ઇમ્યુનીટીમાં વધારો કરે છે. સાથે જ ટોક્સિન્સને બહાર કાઢવામાં મદદરૂપ થાય છે તથા મોસમી શરદી તેમજ ફલૂને દૂર કરે છે.

સાંધાનો દુખાવો:
કેટલાક લોકોને સાંધાનો દુખાવો થવો એ સામાન્ય સમસ્યા રહેલી હોય છે. હળદરમાં બળતરા વિરોધી ગુણધર્મો રહેલા છે કે, જે સંધિવાના દુખાવામાં રાહત આપવામાં મદદરૂપ થાય છે. હળદરનું 1 ગ્લાસ પાણી પીવાથી સાંધાનો દુખાવો દૂર થઈ જાય છે.

હળદરમાં હાજર કર્ક્યુમિન આપની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે કે, જે રોગને દૂર રાખવામાં મદદરૂપ થાય છે. હળદરમાં રહેલ એન્ટીબેક્ટેરિયલ ગુણ તેને એકંદર સ્વાસ્થ્ય માટે સારું બનાવે છે. જે ફ્રી-રેડિકલ નુકસાનને અટકાવે છે તેમજ અમુક રોગોને દૂર રાખે છે.

વજન પર નજર રાખવાવાળા માટે સારૂ:
વજન ઘટાડવા માટે સૌથી અગત્યની બાબત તો એ છે કે, પાચનતંત્રને સ્વસ્થ રાખવું જોઈએ. આપનાં આહારમાં હળદરનો સમાવેશ કરવાથી પાચન સુધરી શકે છે. સાથે જ જ્યારે તમે તેનું પાણી સાથે સેવન કરો ત્યારે તે તમારું મેટાબોલિઝમમાં વધારો કરે છે તેમજ આપને વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.

હળદરમાં એન્ટીઓક્સીડેન્ટ રહેલા હોય છે કે, જે તમારી ત્વચા માટે ખુબ જ ફાયદાકારક નીવડે છે. હળદરના પાણીનું સેવન ફ્રી રેડિકલને લીધે થતા નુકસાનને અટકાવવામાં પણ મદદરૂપ થાય છે કે, જે તમને વૃદ્ધ દેખાડે છે. નિયમિત સેવન કરવાથી તમારી ત્વચાને યુવાન તથા ચમકદાર બનાવી રાખે છે.

હળદરનું પાણી બનાવવાની ખરી રીત:
એક નાની તપેલી લઈને વમાં એક કપ પાણી નાખીને તેને ઉકળવા દેવું જોઈએ. હવે એમાં 2 ચપટી હળદર નાખીને મિક્સ કરી દો. બાદમાં તેને 1-2 મિનિટ સુધી ઉકળવા દો. પાણીને ગાળીને ગરમ કરો. સ્વાદ વધારવા થોડું મધ પણ એમાં ઉમેરી શકો છો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…