હાલમાં જાણે એક ચમત્કાર સર્જાયો હોય એવી ઘટનાને લઈ જાણકારી સામે આવી છે. અંજાર તાલુકામાં આવેલ ખેડોઈ ગામમાંથી એક અવિશ્વસનીય ઘટના સામે આવી હતી કે, જેમાં આજથી 75 વર્ષ અગાઉ મંદિરના શિખર પરના કળશમાં રખાયેલ શીરારૂપી પ્રસાદી મળતા ગ્રામજનો આશ્વર્યચકિત થઈ ગયા હતા.
આ અંગેની પાટીદાર સનાતન સમાજ, ખેડોઈના પ્રમુખ અંબાલાલભાઈ સોમજી છાભૈયાએ વિગતો આપતા કહ્યું હતું. અંજાર તાલુકામાં આવેલ ખેડોઈ ગામના પટેલવાસમાં વડીલોએ વર્ષ 1945માં લક્ષ્મીનારાયણનાં આ મંદિરનું નિર્માણ કરાવ્યુ હતું.
આ મંદિર ભૂકંપમાં જર્જરિત થઈ ગયું હોવાને કારણે તેનો શિખર બદલાવવા માટે સવારમાં મંદિરમાં એક હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન શિખરના ટોચ પર આવેલ કળશને ઉતારતા એમાંથી એક નાનો કુંભ મળી આવ્યો હતો.
આ કુંભના માથે એક તાંબાનો સિક્કો પણ મળી આવ્યો હતો કે, જેમાં “માગસર સુદ છઠ, સોમવાર સંવંત 2002, મહારાવ વિજેરાજજીના વખતમાં” લખ્યું હતું. જેને ખોલીને જોતા જ અંદરથી કળશની પ્રાણપ્રતિષ્ઠા વખતે ધરાવવામાં આવેલ શીરા રૂપી પ્રસાદ મળી આવ્યો હતો.
આ શીરો જાણે તાજો બનાવેલો હોય તેવો તેમજ ઘી ની સુગંધવાળો મળી આવતા સૌ કોઈ લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. અણી સાથે જ સૌ કોઈ લોકોએ પ્રસાદ લઈને ફરીવાર ભગવાન પાસે તે શીરો ધરાવ્યો હતો. આમ, સાક્ષાત ભગવાનનો ચમત્કાર સર્જાયાનો કિસ્સો સામે આવ્યો હતો.
પ્રસાદરૂપી શીરો લોકો જોઈ શકે તે રીતે રખાયો:
ખેડોઈ ગામમાં આશ્ચર્ય પમાડે તેવી ઘટના બની હોવાને લીધે પુરાવા રૂપે પ્રસાદ રૂપે મળી આવેલ 75 વર્ષ જૂનો શીરા મંદિરમાં સાચવી રાખવામાં આવ્યો છે, ખેડોઈ ગામમાં આ અદ્દભુત ઘટના બનતા હાલમાં લોકો શીરા રૂપી પ્રસાદને જોવા તેમજ લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શનાર્થે ખુબ મોટી સંખ્યામાં આવી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…