“મારી પ્રેમિકાને મારા અંતિમ સંસ્કારમાં ના આવવા દેતા, નહિ તો….” કહીને જિમ ટ્રેનરે કર્યો આપઘાત 

309
Published on: 3:54 pm, Thu, 30 December 21

આજકાલ વધી રહેલા આપઘાતના કિસ્સાઓ દરમિયાન ફરીવાર એક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. ઘણા લોકો આર્થિક સંકળામણ તો ઘણા લોકો પ્રેમમાં દગો મળવાના કારણે પણ આપઘાત કરી લેવાની ઘટના અવાર નવાર સામે આવતી રહે છે, ત્યારે થોડા સમયે પહેલા જ એક જિમ ટ્રેનરે પણ પોતાનું જીવન ટૂંકાવી લીધું હોવાનું સામે અવાયું છે. આત્મહત્યા કરતા પહેલા સુસાઇડ નોટમાં ઘણી ચોંકાવનારી બાબતો પણ લખી હતી.

જાણવા મળ્યું છે કે, ઇન્દોરમાં જ્યાં છાવણી વિસ્તારમાં રહેવાવાળા ગોપાલ વર્માએ આત્મહત્યા કરી હતી હતી. સવારે જયારે ગોપાલનો ભાઈ રૂમમાં પહોંચ્યા ત્યારે તેને ગોપાલને ફાંસીના ફંદા ઉપર લટકતો જોયો હતો. આ ઉપરાંત, રૂમમાંથી એક સુસાઇડ નોટ પણ પોલીસને મળી હતી. જેમાં ગોપાલે લખ્યું હતું કે, બંને કાકાની દીકરીઓને તેનો ચહેરો ના બતાવવામાં આવે.

એટલું જ નહિ તેને એમ પણ લખ્યું હતું કે, તેની પ્રેમિકાને તેના અંતિમ સંસ્કારમાં સામેલ ના થવા દેવી અને જો તેની આ અંતિમ ઈચ્છા પૂર્ણ ના થઇ તો તેની આત્મા ભટકશે. મળતી માહિતી મુજબ, ગોપાલનો પ્રોપર્ટીને લઈને તેના કાકાના ઘર સાથે વિવાદ ચાલી રહ્યો હતો અને કદાચ તેની કાકાની દીકરીઓ પણ આ વિવાદમાં દખલ આપી રહી હતી. જેના કારણે ગોપાલે આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ દ્વારા ગોપાલના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું હતું.

જાણવા મળ્યું છે કે, આ ઘટના 29 ઓગસ્ટના રોજ ઘટી હતી. જયારે સવારે ગોપાલનો નાનો ભાઈ નિતેશ ગોપાલની રૂમમાં ચપ્પલ પહેરવા માટે ગયો ત્યારે ગોપાલને ફાંસીના ફંદે લટકતો જોયો. તેણે તાત્કાલિક પરિવારને ઘટના વિશે જણાવ્યુ અને પછી પોલીસને સૂચના આપવામાં આવી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…