આ પટેલ પરિવાર બટાકાની ખેતીમાંથી કરે છે કરોડોની કમાણી- એકવાર વાંચવા જેવી છે આ કહાની

200
Published on: 3:18 pm, Thu, 28 October 21

હાલમાં જયારે ભણેલ-ગણેલ લોકો પણ આધુનિક ખેતી બાજુ વળી રહ્યા છે ત્યારે લોકો ખેતી કરીને શહેરો બાજુ જઈ રહ્યા છે તેમજ શહેરમાં રહેવાનું પસંદ કરતા હોય છે. આની સાથે ત્યાં જ હાલમાં અમે આપને એક એવા પરિવાર અંગે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે આજે પણ ખેતી કરી રહ્યા છે.

આની ઉપરાંત આ પરિવાર ખેતીના આધારે જ કરોડપતિ બની ગયા છે તેમજ હજુ પણ કરોડોની કમાણી કરી રહ્યા છે. બટેકાની ખેતી કરીને આ પરિવાર દર વર્ષે ખાસ પ્રકારના 20,000 મેટ્રિક ટન બટાકાનું ઉત્પાદન કરીને વર્ષે અંદાજે 25 કરોડની આવક મેળવી રહ્યા છે.

ગુજરાતમાં આવેલ અરવલ્લી જિલ્લાના દૌલપુર કામ્પા ગામના નિવાસી જીતેશ પટેલ કે, જે એક ખેડૂત છે. જીતેશે કૃષિ વિજ્ઞાનના અભ્યાસનો ઉપયોગ પોતાની ખેતીવાડીમાં બટાકાની લેડી રોસેટા (LR) પ્રકારની ખેતીમાં કર્યો છે. LR પ્રકારના બટાકાનો વધુ પડતો ઉપયોગ બટાકાની ચિપ્સ તથા વેફર્સ બનાવવામાં થાય છે.

હાલના સમયમાં પટેલ પરિવાર દ્વારા ઉત્પાદિત બટાકાની સપ્લાઈ બાલાજી તથા ITC જેવી મોટી ચિપ્સ તથા વેફર બનાવતી કંપનીઓને કરે છે. આ પટેલ પરિવાર છેલ્લા 26 વર્ષથી બટાકાની ખેતીના કામમાં કાર્યરત રહેલા છે. જીતેશ પટેલ કહે છે કે, વર્ષ 2005 માં જ્યારે મે કૃષિ વિજ્ઞાનમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂરો કર્યો ત્યારે મારો ઉદેશ ખેતીના વ્યવસાયમાં પરત ફરવાનો હતો.

જીતેશ પટેલે LR પ્રકારના બટાકાની ખેતી વર્ષ 2007 માં શરૂ કરી. શરૂઆતમાં જીતેશે માત્ર 10 એકર જમીનમાં જ બટાકાની ખેતી કરવાની શરૂઆત કરી હતી. જીતેશ પટેલ આગળ જણાવે છે કે, જ્યારે ઉત્પાદન વધુ તથા સારું થવા લાગ્યું ત્યારે તેમણે પોતાના પરિવારને આ ખેતીમાં સમાવેશ કરવાનો વિચાર કર્યો હતો.

ઇન્ડસ્ટ્રીઝ એક્સપર્ટનું જણાવવું છે કે, LR ક્વોલિટીના બટાકાની માંગ ચિપ્સ તેમજ વેફર બનાવતી કંપનીઓ કરતી રહે છે. વર્ષ 2019 માં માત્ર રાજ્યમાંથી LR જાતના બટાકા 1 લાખ ટન જેટલા ઈન્ડોનેશિયા, કુવૈત, ઓમાન તથા સાઉદી અરબ જેવા મોટા બજારમાં નિકાસ કરવામાં આવ્યા હતા.

જીતેશ પટેલના પરિવારમાં 10 લોકો છે. આ પરિવારના તમામ સભ્યો અલગ-અલગ કામમાં એક્સપર્ટ છે. કોઈ બ્રીડિંગમાં એક્સપર્ટ છે તો કોઈ માઇક્રોબાયોલોજીમાં તો કોઈ પેથો લોજીમાં રહેલા છે. LR ગુણવત્તાવાળા બટાકા ચિપ્સ તથા વેફર્સ બનાવતી કંપનીઓ 17 રૂપિયા પ્રતિ કિલો સુધીના ભાવ પર ખરીદી કરી રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…