ગુજરાતના કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામમાં આવનારી 9મી મેના રોજ કઈક અલગ જ લગ્ન યોજાવા જઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કંકોત્રી મુજબ, વરરાજા એક જ દિવસે અને એક જ સમયે, એક જ મંડપમાં બે દુલ્હન સાથે લગ્ન કરશે. વરરાજા એક જ લગ્ન મંડપમાં બે યુવતીઓ સાથે લગ્ન કરવા જઈ રહ્યો હોવાથી બધા આ લગ્નની ખુબ જ રાહ જોઇને બેઠા છે.
કપરાડા તાલુકાના નાનપોંઢાના રહેવાસી પ્રકાશ ગાવિત, જે છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી નાનાપોંઢાની નયના અને નાની વહિયાળની કુસુમ સાથે પ્રેમ સંબંધ બંધાયા હત અને બંને યુવતીઓ તેની સાથે જ રહેતી હતી. નયના અને કુસુમ બંને યુવતીઓ ઘણા સમયથી પ્રકાશના ઘરમાં તેની પત્નીની જેમ જ રહે છે. જોવામાં આવે તો આદિવાસી સમાજમાં સામાન્ય રીતે યુવક-યુવતીઓ લાંબા સમય સુધી સાથે રહ્યા બાદ જ લગ્નગ્રંથીમાં જોડાય છે.
બંને મહિલાઓ ઘણા સમયથી લિવ-ઈન રિલેશનશિપમાં હતી:
નોંધનીય છે કે, આદિવાસી સમાજમાં ઘણા વર્ષોથી લિવ-ઈન-રિલેશનશિપમાં રહ્યા પછી બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ કપરાડાના નાનાપોંઢા ગમે 9મી મેના રોજ એક અલગ જ લગ્ન થવા જઈ રહ્યા છે, જેમાં વરરાજા એક સાથે એક જ લગ્ન મંડપમાં બે દુલ્હન સાથે લગ્નગ્રંથીમાં જોડાશે. બે મહિલાઓ સાથે લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા પછી યુવક બંને યુવતીઓ સાથે લગ્ન કરશે અને યુવતીઓ પ્રભુતામાં પગલા પાડશે.
કપરાડા આદિવાસી સમાજના આગેવાન હરીશભાઇએ કહ્યું છે કે, આદિવાસી સમાજમાં લગ્ન પહેલા જ પતિ-પત્ની હોય તે રીતે સાથે રહે છે અને બાળક થયા બાદ લગ્નગ્રંથીમાં જોડાતા હોય છે. સમુહ લગ્નમાં પણ બાળકોના માતા-પિતા લગ્ન કરતા હોય છે. પોતાના બાળકોને સાથે રાખીને સમુહ લગ્નમાં ફેરા લેતાં હોય તે પ્રકારના અઢળક કિસ્સાઓ અત્યાર સુધી સામે આવી ચુક્યા છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…