ખાતરમાં ભાવ વધારો થશે કે નહિ? ગુજરાતના ખેડૂતો માટે આવ્યા સૌથી મોટા આનંદના સમાચાર -જાણો જલ્દી

Published on: 8:32 pm, Sat, 15 May 21

હાલ રાજ્યના ખેડૂતો માથે મોટી ચિંતા નો વિષય બન્યો છે કે, ખાતરના ભાવ વધશે કે નહિ વધે. ખાતરના ભાવ વધતા ખેડૂતોની ચિંતામાં ધરખમ વધારો થયો છે. એકતરફ કમોસમી વરસાદને કારણે છેલ્લા બે વર્ષથી પાક નિષ્ફળ થઇ રહ્યો છે અને આવી પરિસ્થીતી વચ્ચે ખાતરના ભાવ વધારાની જાહેરાતો વચ્ચે ખેડૂતો સતત ચિંતા કરી રહ્યા છે. પરંતુ ખેડૂતોની ચિંતાને કાયમી માટે છુટકારો આપી દે તેવા સમાચાર સામે આવ્યા છે.

Iffco ના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી અને સુરેન્દ્રનગર જીલ્લા ના ખેડૂત એકતા મંચ ના પ્રમુખ શ્રી રાજુભાઇ કરપડાની સંઘાણી સાહેબ જોડે ટેલિફોનિક વાતચીત માં ખાતર નો ભાવ નહી વધે? તેવી દિલીપભાઈ સંઘાણીએ પૂરીપૂરી ખાતરી આપતી રાજુભાઈ જોડે વાતચીત કરતાં હોય તેવો ઓડીયો સામે આવ્યો છે. આ ઓડિયોમાં થયેલી વાતચીત નીચે મુજબ જણાવી છે…

Iffco ના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી: જી રાજુભાઈ
સુરેન્દ્રનગર જીલ્લા ના ખેડૂત એકતા મંચ ના પ્રમુખ શ્રી રાજુભાઇ કરપડા: નમસ્કાર સંઘાણી સાહેબ, કેમ છવો.|

Iffco ના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી: મજામાં રાજુભાઈ
પ્રમુખ શ્રી રાજુભાઇ કરપડા: હવે જવાબદાર તો કોઈ ફોન ઉપાડતા નથી એટલે તમને હેરાન કરીએ છીએ.

Iffco ના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી: કોઈ હેરાનગતી નહી, કયો ચાલો
પ્રમુખ શ્રી રાજુભાઇ કરપડા: ભાવધારા વાળું જ પૂછવા ફોન કર્યોતો કે.. અમારે અહિયાં આગોતરું વાવેતર થાય અને ખેડૂતોને એગ્રો વાળા…..

Iffco ના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી: ભાવ એનો એજ રહેવાનો છે.
પ્રમુખ શ્રી રાજુભાઇ કરપડા: જુનો હતો એજ ભાવ?

Iffco ના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી: એજ ભાવ, આજે ડીકલેર કરવાનું હતું પણ આજે શનિવાર છે એટલે કેન્દ્રમાં રજા છે. કાલે રવિવારની રજા છે. તે છતાં હું પ્રયાસ કરું છું અત્યારે, આજે જો ડીકલેર કરી દે તો કાલથી આપવાનું શરુ નિર્ણય થઇ ગયો છે  તેનો તે જ ભાવ… એક રૂપિયો પણ વધારે નહિ તેનો તે જ ભાવ…
પ્રમુખ શ્રી રાજુભાઇ કરપડા: ઓકે જુના ભાવ હતા એ જ.. ઓકે સંઘાણી સાહેબ, ઝડપથી થોડું થાય ને તો અમારે..

Iffco ના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી: નિર્ણય થઇ ગયો છે.. ઓફીસઅલી ડીકલેર કરું હું પણ.. વચ્ચે  બે ત્રણ દિવસની રજા આવી જાય છે ને એટલે…
પ્રમુખ શ્રી રાજુભાઇ કરપડા: અમારે વાવેતરની થોડીક ઉતાવળ છે એ મળતું નથી એટલે ચિંતામાં અમે છીએ થોડુક ઉતાવળ થાય ને તો ખેડૂતોને જવાબ આપી શકીએ.

Iffco ના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી: ૧૫ તારીખ પહેલા નિર્ણય કરી લેશું… નિર્ણય થઇ ગયો છે…
પ્રમુખ શ્રી રાજુભાઇ કરપડા: ઓકે સંઘાણી સાહેબ… થેંક યુ

Iffco ના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી: હવે સવાલ એટલો જ છે  કે હવે ક્યારે ડીકલેર કરે…
પ્રમુખ શ્રી રાજુભાઇ કરપડા: કઈ વાંધો નહી.. આ થોડું આગોતરા વાવેતરની તમારી રીતે રજૂઆત કરજો… બે ત્રણ   જીલ્લા એવા છે સુરેન્દ્રનગર, કચ્છ….

Iffco ના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી: નિર્ણય તો થઇ ગયો છે.
પ્રમુખ શ્રી રાજુભાઇ કરપડા: વિતરણ તો પછી જ શરુ થાય ને એટલે ખેડૂતોને મોડું ન થાય કપાસના વાવેતરમાં..

Iffco ના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી: એકાદ દિવસ હવે કઈ જાજો ફર્ક નહી પડે.
પ્રમુખ શ્રી રાજુભાઇ કરપડા: ઓકે સંઘાણી સાહેબ… થેંક યુ..