ખેડૂતો માટે સૌથી મોટા ખુશીના સમાચાર- આવનારા સમયમાં મોંઘા થઇ રહ્યા છે આ પાકો

0
49
Published on: 10:18 am, Sun, 12 September 21

ફરી એક વખત આવી તહેવારોની સિઝનમાં ડુંગળી ફરી એકવાર રડાવશે. ત્યારે ઓક્ટોબર-નવેમ્બર મહિના દરમિયાન ડુંગળીના ભાવ ઉંચા રહેવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે કારણ કે અનિશ્ચિત વરસાદને લીધે પાકનું આગમન મોડું થઈ શકે છે. ત્યારે ક્રિસિલ રિસર્ચના એક રિપોર્ટમાં આ પ્રમાણેની વાત કહેવામાં આવી છે.ક્રિસિલ રિસર્ચના જણાવ્યા અનુસાર કહેવામાં આવ્યું છે કે, ખરીફ પાકના આગમનમાં વિલંબ અને ચક્રવાતના કારણે બફર સ્ટોકમાં રાખવામાં આવેલા માલના ટૂંકા જીવનને કારણે ડુંગળીના ભાવ આસમાને પહોચી શકે છે.

રિપોર્ટ અનુસાર, વર્ષ 2018 ની સરખામણીમાં આ વર્ષે ડુંગળીના ભાવમાં 100 ટકાથી વધુ વધારો થવાની પુરેપુરી શક્યતાઓ છે. ત્યારે મહારાષ્ટ્રમાં પાકની રોપણીમાં પડકારોના કારણે ખરીફ વર્ષ 2021 ના ​​ભાવ 30 રૂપિયા પ્રતિ કિલોને પાર થવાની સંભાવનાઓ છે. ત્યારે જો ખરીફ વર્ષ 2020ના ઉંચા આધારને કારણે તે વાર્ષિક ધોરણે નજીવો એટલે કે 1-5 ટકા જેટલો રહેશે.

ક્રિસિલ રિસર્ચના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, અપૂરતા અને અનિશ્ચિત વરસાદને કારણે પાકના આગમનમાં વિલંબ થયા બાદ ઓક્ટોબર-નવેમ્બર મહિના દરમિયાન ડુંગળીના ભાવ ઉંચા સ્તરે રહેવાની પુરેપુરી શક્યતાઓ છે, કારણ કે ઓગસ્ટ મહિનામાં ચોમાસાની સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. ત્યારે રોપણી માટે ઓગસ્ટ મહિનો મહત્ત્વપૂર્ણ મહિનો નથી. ક્રિસિલ રિસર્ચનના જણાવ્યા અનુસાર, અપેક્ષા છે કે ખરીફ 2021 નું ઉત્પાદન વાર્ષિક ધોરણે 3 ટકા વધશે. જ્યારે મહારાષ્ટ્રમાંથી ડુંગળીની લણણી મોડી થવાની સંભાવનાઓ છે. વધારાનું વાવેતર વિસ્તાર, સારી ઉપજ, બફર સ્ટોક અને અપેક્ષિત નિકાસ પ્રતિબંધો ભાવમાં પણ નજીવો ઘટાડો લાવવાની શક્યતાઓ છે.

રિપોર્ટ અનુસાર, ગત વર્ષે તહેવારોની સીઝનમાં વર્ષ 2018 ના સામાન્ય વર્ષની સરખામણીમાં ડુંગળીના ભાવ પણ ડબલ થઈ ગયા હતા. ત્યારે હવે મુખ્યત્વે ભારે અને અનિયમિત ચોમાસાના કારણે આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ખરીફ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. ચોમાસામાં અનિશ્ચિતતાના કારણે ઓક્ટોબર મહિનાના અંતમાં અથવા નવેમ્બરની શરૂઆત સુધી બજારમાં ખરીફ ડુંગળીના આગમનને 2-3 અઠવાડિયા સુધી વિલંબિત કરે તેવી શક્યતાઓ છે, તેથી ત્યાં સુધીમાં ભાવ વધવાની પુરેપુરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…