
હાલમાં એક ખુબ ચોંકાવનાર જાણકારી સામે આવી છે કે, કે જેને જાણીને તમે પણ ભયભીત થઈ જશો. નવા વર્ષની શરૂઆત થતા પહેલાં જ અંદાજે 3,000 વર્ષ પ્રાચીન માયા સંસ્કૃતિનું કેલેન્ડર આ દિવસોમાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે. આ માયા કેલેન્ડરમાં કરાયેલ આગાહીને લીધે હાલમાં સમગ્ર વિશ્વમાં ભયનું વાતાવરણ ફેલાયેલું છે.
આપને જણાવી દઈએ કે, આ કેલેન્ડરમાં એવું કહેવામાં આવ્યું છે કે, રોગચાળાને લીધે દુનિયાનો અંત આવશે તેમજ ચારેયબાજુ વિનાશ થશે. એ જ રીતે, માયા કેલેન્ડરમાં કેટલીક આગાહીઓ પણ કરવામાં આવી છે કે, જેના અંગે આપને જાણવું ખુબ મહત્વપૂર્ણ રહેલું છે.
આવી પરીસ્થિતિમાં, આજે અમે કેટલીક આગાહીઓ અંગે જણાવવા માટે જઈ રહ્યા છીએ કે, જે તમને પણ વિચારવા માટે મજબુર કરી દેશે. માયા સભ્યતા સાથે સંકળાયેલ વિદ્વાનોએ દાવો કર્યો હતો કે, જૂન 2020 માં, એક ખુબ મોટી રોગચાળાને લીધે સમગ્ર વિશ્વ ખતમ થઈ જશે.
આવી પરીસ્થિતિમાં, કોરોના મહામારી આવી અને લાખો લોકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો પરંતુ દુનિયાનો અંત આવ્યો નહીં. જો કે, આ અંગે ટ્વીટ કરનાર એક વિદ્વાને પાછળથી તેમનું ટ્વીટ ડિલીટ કરી દીધું હતું. જયારે વર્ષ 2021 માં એક વિશાળ હોલોકોસ્ટ થશે.
જો કે, 21 ડિસેમ્બર, 2012 થી આગળ કોઈ તારીખ ન હતી પણ ત્યારબાદ વર્ષ 2012 માં તેમજ પછી વર્ષ 2020 માં, આપત્તિની આગાહી કરવામાં આવી હતી. હવે વર્ષ 2021 માં પણ હોલોકોસ્ટની આગાહી કરવામાં આવી રહી છે. આ કેલેન્ડરમાં આનાથી આગળની તારીખનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો.
કારણ કે, જે ગોળ પથ્થર પર આ કેલેન્ડર બનાવવામાં આવ્યું ત્યાં આગળ લખવા માટે કોઈ જગ્યા બાકી ન હતી કે, જેને લીધે તારીખ આગળ લખવામાં આવી ન હતી. જેને લીધે વૈજ્ઞાનિકોએ દાવો કર્યો હતો કે, વિશ્વ 2021 માં સમાપ્ત થઈ જશે.