ખેડૂતો ઉપર મહેરબાન ભુપેન્દ્ર સરકાર- રાજ્યના દરેક ખેડૂતને મળશે સ્માર્ટફોનની ભેટ- ટૂંક જ સમયમાં શરુ થશે આ યોજના

245
Published on: 3:13 pm, Fri, 22 October 21

હાલમાં સામે આવી રહેલ જાણકારી પ્રમાણે, રાજ્યના ખેડૂતોની જાણકારી એક જ ક્લિકમાં મળી રહે તેમજ ખેડૂતોની સાથે સીધો સંપર્ક કરાય એ હેતુસર ગુજરાત સરકાર રાજ્યના 1 લાખ ખેડૂતો પાસે વ્યાજમુક્ત લોન દ્વારા સ્માર્ટફોન ખરીદવામાં આવશે. ફક્ત 15,000 રૂપિયાની કિંમત સુધીનો ફોન ખરીદવા માટે કૉ-ઓપરેટિવ બેન્કમાંથી લોન મળશે.

જેનું વ્યાજ સરકાર ચૂકવશે તેમજ હપ્તા ખેડૂતોએ ભરવાના રહેશે. તમામ ખેડૂતનું એક અલગ એકાઉન્ટ મેન્ટેઇન કરવા માટે રાજ્ય સરકાર દ્વારા 1 લાખ ખેડૂતોને સ્માર્ટ મોબાઇલ ફોનથી સજ્જ કરવાનું આયોજન કરાયું છે. આની સાથોસાથ અંગે સત્તાવાર જાહેરાત ટૂંક જ સમયમાં કરવામાં આવશે.

આ યોજનામાં લાખ ખેડૂતોને સ્માર્ટ ફોન આપવાનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરાયું છે. રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ યોજનાની જાણકારી, સબસિડી, લોન, સહાય સહિતની સેવાઓ ખેડૂતને મળી કે નહીં ? મળી તો કેટલી મળી તે બધી બાબતોનું સીધું મોનિટરિંગ રાજ્ય સરકાર કરી શકે એ માટે ખેડૂતોને સ્માર્ટ ફોન આપવામાં આવશે.

આની માટેનું આયોજન રાજ્યના કૃષિ વિભાગ દ્વારા કરી લેવામાં આવ્યું છે તેમજ આગામી દિવસોમાં વિગતવાર યોજનાની જાહેરાત કરવામાં આવશે. તમામ જિલ્લામાં ખેડૂતોને સ્માર્ટ ફોન આપવામાં આવશે. આની માટેની અરજીઓ મંગાવી લેવામાં આવશે તેમજ બાદમાં આના આધારે ખેડૂતોને સ્માર્ટ ફોન આપવામાં આવશે.

આ યોજના કેન્દ્ર સરકારની ‘નૉ યોર ફાર્મર’ યોજના હેઠળ તૈયાર કરાશે. આ યોજનામાં 15,000 રૂપિયાની કિંમત સુધીનો સ્માર્ટ ફોન ખેડૂત પોતે તેની પસંદગી પ્રમાણેનો ખરીદવાનો રહેશે. આની માટે આઇ-પોર્ટલ પર અરજીઓ મંગાવવી પડશે. લાખ કરતા વધુ અરજી આવશે તો તેનો ડ્રો કરીને એમાં જે ખેડૂતની પસંદગી થશે તે ખેડૂતને મોબાઇલ ફોન આપવામાં આવશે.

મોબાઇલ માટેનું ધિરાણ કો-ઓપરેટિવ બેન્ક કરશે તેમજ તેના હપ્તા ખેડૂતે ચૂકવવાના રહેશે પરંતુ વ્યાજ 1500 રૂપિયા જેટલું સરકાર ભોગવશે. જયારે મોબાઇલ ખરીદયા બાદ તેનું બિલ ગ્રામ પંચાયતમાં VLC સમક્ષ રજૂ કરવાનું રહેશે. ખેડૂતની વ્યકિતગત માહિતી જોઇએ તો મળવી ખુબ મુશ્કેલ બનતી હોય છે કે, જેથી બધા ખેડૂતનું મોબાઇલના નંબરના આધારે એક એકાઉન્ટ બનશે.

આ એકાઉન્ટમાં ખેડૂતની બધી જ જાણકારી મેઇન્ટેન કરવામાં આવશે. જ્યારે પણ કોઇ માહિતી જોઇએ તો તે તાત્કાલિક સીધી કૃષિ વિભાગ જ મેળવી શકે એ માટેનાં સ્માર્ટ ફોનના આધારે એકાઉન્ટ તૈયાર કરાશે. કેટલા ખેડૂતોએ કયો પાક વાવ્યો હતો તેમજ કેટલા ખેડૂતને સબસિડી મળી અને કેટલાને નથી મળી, પાકલક્ષી, હવામાનના સંદેશ જેવી બાબતો તાત્કાલિક મળી રહે એ માટે સ્માર્ટ ફોન આપવામાં આવી રહ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…