હવે ગુજરાતના ખેડૂતો આંગળીના ટેરવે મેળવી શકશે તમામ માહિતી- સ્માર્ટ ફોન ખરીદી પર સરકાર આપી રહી છે મોટી સહાય

420
Published on: 11:40 am, Thu, 6 January 22

ગુજરાત રાજ્યના ખેડૂતો માટે એક સારા અને ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો માટે રાજ્યની સરકારે મહત્વની અને મોટી જાહેરાત કરી છે. ગુજરાતના ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદી પર સરકાર દ્વારા સહાય આપવામાં આવશે. મોબાઈલની ખરીદ કિંમતમાં ખેડૂતોને સરકાર તરફથી 10% ની સહાય આપવામાં આવશે. તેમજ વધુમાં વધુ 1500 રૂપિયાની ખેડૂતોને સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે. આ માટે રાજ્યના ખેડૂતોએ ઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોના હિત માટે આ સહાયનો ઠરાવ પાસ કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યના ખેડૂતોને હવે સ્માર્ટ અને ટેકનોસેવી બનાવવાના પ્રયાસો સરકાર દ્વારા આગામી સમયમાં હાથ ધરવામાં આવનાર છે. રાજ્યના ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદી માટે સહાય મળે તે યોજનાને સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. આ સહાય હેઠળ ખેડૂતોને તેમના ખરીદાયેલા સ્માર્ટ ફોનની કિંમતના 10 ટકા સહાય મળવા પાત્ર થશે અથવા તો 1500 રૂપિયા મળશે. આ યોજના માટે રાજ્ય સરકારે ખાસ કરીને ખેડૂતો માટે 15 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

મોબાઈલ માટેના આ રહ્યા નિયમો:
જો ખેડૂત દ્વારા 8 હજાર રૂપિયાનો સ્માર્ટ ફોન ખરીદવામાં આવશે તો 800 રૂપિયાની સહાય મળવા પાત્ર થશે પરંતુ 15 હજારથી વધુની કિંમતનો સ્માર્ટ ફોન ખરીદવામાં આવશે તો વધુમાં વધુ 1500 રૂપિયાની જ સહાય સરકાર તરફથી આવામાં આવશે. ગુજરાતમાં આશરે 50 લાખ ખેડૂત ખાતેદારો નોંધાયા છે. જે પૈકી ફક્ત 1 લાખ જેટલા ખેડૂતોન આ સરકારી યોજનાનો લાભ મળી શકશે.

સ્માર્ટફોનથી ખેડૂતોને થશે આ ખાસ લાભો:
ખેડૂતો ઘેર બેઠા આવનાર દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગેની માહિતી મેળવીને ખેતીનું આગામી આયોજન કરી શકશે. વરસાદની આગાહી, જીવાત ઉપદ્રવની માહિતી, ખેડૂત ઉપયોગી પ્રકાશનો, નવીનતમ ખેત પદ્ધતિ, રોગ જીવાત નિયંત્રણની ટેકનિકલ માહિતી, ખેતીવાડી ખાતાની સહાય યોજનાઓની જાણકરી મેળવવા તથા ખેતીવાડી ખાતાની યોજના સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરવા વગેરે કામો સ્માર્ટ ફોનને કારણે સરળ બની શકશે.

ખેડૂતોને રજુ કરવાના દસ્તાવેજો:
GST નંબર ધરાવતું અસલ બીલ, મોબાઈલનો IMEI નંબર, 8-અની નકલ, રદ કરેલ ચેક, આધારકાર્ડની નકલ વગેરે…

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…