હવે મફતના ભાવે મળશે ટ્રેક્ટર, ખેડૂતોના હિત માટે કેન્દ્ર સરકારે શરુ કરી આ ખાસ યોજના- જાણો જલ્દી

238
Published on: 11:40 am, Sun, 10 October 21

મોદી સરકાર ખેડૂતોની આવકમાં વધારો કરવા અને તેમને આર્થિક રીતે મદદ કરવા માટે ઘણી યોજનાઓ બહાર પાડતી હોય છે. ત્યારે પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6000 રૂપિયા જમા કરવામાં આવે છે. ખેડૂતોને ખેતી માટે પણ અનેક પ્રકારના જરૂરી મશીનોની પણ પુરા પાડવામાં આવે છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર ખેડૂતોની મદદ માટે ટ્રેક્ટર ખરીદવા પર સબસિડી આપવા જઈ રહી છે. ‘પીએમ કિસાન ટ્રેક્ટર યોજના’ અંતર્ગત આ સબસિડી આપવામાં આવી રહી છે. ચાલો આજે તમને આ યોજના વિશે વિગતવાર જણાવી દઈએ.

ખરેખર, ટ્રેક્ટર ખેડૂતોને ખેતી માટે ખૂબ જરૂરી બની રહ્યું છે. પરંતુ દેશમાં ઘણા એવા ખેડૂતો છે જેમની આર્થિક સ્થિતિ ખુબ જ ખરાબ હોવાને કારણે તેમની પાસે ટ્રેક્ટર હોતું નથી. આવી વિકટ પરિસ્થિતિમાં તેમને ટ્રેક્ટર ભાડે લેવા પડે છે અથવા બળદનો ઉપયોગ કરવા માટે મજબુર બને છે. આવી સ્થિતિમાં ખેડૂતોની મદદ કરવા માટે સરકાર આ યોજના લાવી છે. PM કિસાન ટ્રેક્ટર યોજના હેઠળ ખેડૂતોને અડધા ભાવે ટ્રેક્ટર મળવા જઈ રહ્યા છે.

ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે કેન્દ્ર સરકાર સબસિડી પૂરી પાડી રહ્યા છે. આ અંતર્ગત ખેડૂતો કોઈપણ કંપનીના ટ્રેક્ટરની અડધા ભાવે ખરીદી કરી શકે છે. સરકાર સબસિડી તરીકે બાકીના અડધા રૂપિયા આપે છે. આ ઉપરાંત, ઘણી રાજ્ય સરકારો ખેડૂતોને તેમના પોતાના સ્તરે ટ્રેક્ટર પર 20 થી 50% ની સબસિડી પણ આપી રહ્યા છે.

જાણવા મળ્યું છે કે, સરકાર દ્વારા આ સબસિડી માત્ર 1 ટ્રેક્ટરની ખરીદી પર જ આપવામાં આવશે. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો. તો બસ અમારી પાસે જરૂરી ડોક્યુમેનટ્સ તરીકે આધાર કાર્ડ, જમીનના પેપર્સ, બેંક ડિટેલ્સ, પાસપોર્ટ સાઈઝ ફોટો હોવા જરૂરી છે. આ યોજના હેઠળ ખેડૂતો કોઈપણ નજીકના CSC કેન્દ્રની મુલાકાત લઈને ઓનલાઈન અરજી પણ કરી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…