ગુજરાત સરકારે મગફળીની ખરીદીની મુદતમાં કર્યો વધારો- આ છે છેલ્લી તારીખ

156
Published on: 12:03 pm, Wed, 13 October 21

સમગ્ર રાજ્યમાં આ વર્ષ દરમિયાન મગફળીની મબલખ આવક થઈ રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે તેમજ તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે એના માટે ટેકાના ભાવથી ખરીદી કરી રહી છે.

રાજ્ય સરકાર હાલનું વર્ષ 2021-’22માં મગફળીની સીઝનમાં ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત રાજ્યના બધા જ જિલ્લાઓમાં મગફળીની ખરીદી શરૂ કરી દેવાઈ છે. તારીખ 1-10-2021થી ગ્રામ્યકક્ષાએ VCE મારફતે તેમજ તાલુકા કક્ષાએ APMCમાં પણ ઓનલાઈન નોંધણી શરૂ કરી દેવામાં આવી છે.

જયારે બીજી બાજુ શરુ વર્ષ દરમિયાન મગફળીનું ઉત્પાદન કરતા ખેડૂતોને ઓનલાઈન નોંધણીનો લાભ મળી શકે તે માટે 11 દિવસનો વધારો કરી દેવાયો છે. અહીં નોંધનીય છે કે, સરકારે મુદ્તમાં વધારો કર્યો છે. હવે ખેડુતો 1-10-2021થી લઈને 31-10-2021 સુધી ઓનલાઈન નોંધણી કરી શકશે.

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલખ આવક થવા પામી છે. ખુબ મોટી સંખ્યામાં ખેડૂતો બેડી માર્કેટ યાર્ડમાં મગફળી લઈને પહોંચ્યા હતા. ખેડૂતોને મણના 950 રૂપિયાથી લઈને 1,250 રૂપિયા સુધીના સારા ભાવ મળતા જોવા મળ્યા હતા. જેને લીધે બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 28,000 ગુણીની આવક થવા પામી છે.

માર્કેટ યાર્ડમાં મગફળીની હાલમાં ખુબ સારી આવક રહી છે પણ તેલ બજારમાં ભાવમાં સુધારો જોવા મળ્યો નથી. જયારે તેલ માર્કેટમાં આજે પણ મગફળીના ડબ્બાનો ભાવ 2,500થી વધુ રહેલો છે. હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક થઇ છે.આવતીકાલ માટે અત્યારથી જ 400 થી વધુ ટ્રેક્ટરોની લાઈન લાગી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…