ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા ખેડૂતોની આવક વધારવા માટે સરકારે બહાર પાડી નવી યોજના

Published on: 5:27 pm, Mon, 26 July 21

‘વન હેલ્થ કન્સેપ્ટ ટુ પ્રેક્ટિકલિટી’એ પશુપાલન પર દેશ નો અભિપ્રાય માંગ્યો છે.જેના દ્વારા દેશમાં હેલ્થ ઇકોસિસ્ટમ ના મુખ્ય હોદ્દેદારો ને સાથે લાવવામાં આવ્યા હતા. આ એક એવું મંચ હતું જેમાં ભાગ લેનારાઓએ પડકારો ખામીઓ પરંપરાગત શક્તિઓ અને દેશમાં વન આરોગ્ય પહેલ કાર્યક્રમ અને અસરકારક અમલીકરણ માટે આગળના માર્ગ પર ચર્ચાઓ કરી હતી.

પશુપાલન વિભાગના સચિવ અતુલ ચતુર્વેદીએ કહ્યું કે પ્રાણીઓ નું સ્વાસ્થ્ય એવું છે કે જે માનવ આરોગ્ય અને પર્યાવરણ સાથે અતૂટ સંબંધ માં બંધાયેલ છે.આ પ્રકારે પશુ આરોગ્ય અને અસરકારક સંચાલનને માણસોમાં રોગના ફેલાવા ને રોકવા મહત્વની ભૂમિકા ભજવી છે. આ રીતે પૈસાની બચત પણ થાય છે.

શું છે વન હેલ્થ સપોર્ટ યુનિટ જાણો.
આ યુનિટની સ્થાપ્ના દ્વારા એક આરોગ્ય માળખાને અસરકારક રીતે અમલમાં લાવવામાટે પશુપાલન અને ડેરી વિભાગની આ વિનંતી છે જે અંતર્ગત પશુપાલન આરોગ્ય ને વધુ સારી રીતે સંચાલિત કરવા અને રાષ્ટ્રીય સ્તરે રોગોને ઘટાડવા ની ક્ષમતાને મજબૂત બનાવવામાં આવશે.તેને અસરકારક રીતે લાગુ કરવા માટે પશુધન આરોગ્ય, માનવ આરોગ્ય અને પર્યાવરણની આરોગ્ય અને તકનીકી સહિત જાહેર અને ખાનગી બંને ક્ષેત્રમાં સહયોગ અને શક્તિની જરૂર છે.

પ્રાણીઓ માટે એમ્બ્યુલન્સની સુવિધા પૂરી પાડવામાં આવશે.
હવે માણસોની જેમ પ્રાણીઓ માટે પણ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવશે.દૂર ગામો માં અને વિસ્તારોમાં આવેલ પશુઓ ની સારવાર માટે ભટકવું નહીં પડે કેમ કે તેમના માટે એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવશે.સરકારે પશુપાલન વિકાસ યોજનાની જાહેરાત કરી છે. જે અંતર્ગત અંદાજીત રૂપિયા 54,618 કરોડનું રોકાણ થશે. ઉપરાંત તેમણે કહ્યું કે આ નિર્ણય ગ્રામીણ ભારતના વિકાસ સાથે સંકળાયેલ છે. આનાથી ખેડૂતોનો જીવન બદલાશે. કેન્દ્ર સરકાર આ પર 9800 કરોડ રૂપિયા ખર્ચ કરશે.

દેશની કૃષિ અર્થવ્યવસ્થામાં ડેરી ઉદ્યોગ નું યોગદાન 28% છે. વાર્ષિક આશરે 8 લાખ કરોડ રૂપિયા નો ખર્ચ થાય છે. આપણો દેશ વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે. વર્ષ 2018માં 176.3 મિલિયન ટન દૂધનું ઉત્પાદન થયું હતું. વિશ્વના કુલ દૂધ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો આશરે 20 થી 22 ટકા જેટલો છે.

ભારતમાં એક દિવસમાં આશરે 50 કરોડ લિટર દૂધનું ઉત્પાદન થાય છે.જેમાંથી આશરે 20 ટકા લોકો સંગઠિત અને 40 ટકા અસંગઠિત ક્ષેત્રમાં ખરીદે છે. અને 40 ટકા જેટલા દૂધનો ઉપયોગ ખેડૂત પોતે જ કરે છે. આપણા દેશમાં હમણાંની જ પશુધન ગણતરી મુજબ ગાયની સંખ્યા 145.11 મિલિયન હોવાનો અંદાજ છે.