સૌરાષ્ટ્રના માટેલીયા ધરાની નીચેથી મળી આવ્યું છે માં ખોડીયારનું સોનાનું મંદિર- સાક્ષાત આપ્યો ખોડલ માતાએ પરચો

5237
Published on: 12:56 pm, Fri, 15 April 22

ખોડીયાર માતાજીનું સૌરાષ્ટ્રમાં આવેલું મંદિર માટેલીયા ધરાના મંદિરે દર્શને તો બધા ગયા જ હશો. આ ધરામાં માં ખોડલ આપે છે સાક્ષાત દર્શન. આજે આપને આ પવિત્ર ધામની વાત કરીશું જ્યાં સાક્ષાત માતાજી હોવાની ભક્તોને પ્રતીતિ થાય છે. એવુ ધામ કે જ્યાં ભક્તો પોતાની માનતા પુરી કરવા માટે ક્યાંય ક્યાંયથી પગપાળા આવે છે.

રાજકોટના વાંકાનેર તાલુકામાં આવેલા માટેલ. જ્યાં મા ખોડિયારના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે. આમ તો ગુજરાતમાં ખોડિયાર માતાજીનાં મુખ્ય ત્રણ મંદિરો છે. જેમાં ધારી પાસે ગળધરા, ભાવનગર પાસે રાજપરા અને વાંકાનેર પાસે માટેલ ગામે આવેલાં છે. માટેલ ગામમાં પ્રવેશ કરો ત્યારે પહેલા માટેલ ધરો આવે. જેને માટેલિયો ધરો પણ કહેવાય છે.

અહીં ભર ઉનાળામાં પણ પાણી સુકાતુ નથી. વળી આ પાણી એટલુ શુદ્ધ હોય છે કે લોકો ગાળ્યા વગર જ પાણી પીતા હોવાનું પણ માનવામાં આવે છે. ધોખધમતો તાપ હોય કે દુકાળની સ્થિતિ હોય. આ ધરોમાં પાણી ક્યારેય ખૂટતુ જ નથી અને આ પાણી ખુબ જ મીઠુ હોય છે. મંદિરે દર્શન કરીને આવ્યા બાદ ભક્તો આ પાણીને માથે ચઢાવવાનું ભૂલતા નથી.

ભાણેજિયો ધરા સાથે જોડાયેલી લોકવાયકા
માટેલિયા ધરાની પાસે એક બીજો ધરો આવેલો છે, જે ભાણેજિયા ધરા તરીકે ઓળખાય છે. આ ધરા સાથે પણ એક વિશેષ માન્યતા જોડાયેલી છે. દંતકથા અનુસાર કહેવામાં આવ્યુ છે કે આ ધરોની નીચે માતાજીનું સોનાનું મંદિર આવેલું છે. બાદશાહે આ સોનાનું મંદિર જોવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

તેણે ધરોમાં રહેલુ પાણી ખેંચી ખેંચીને માતાજીનું મંદિર શોધી નાંખ્યુ. મંદિરની ઉપર સોનાનું ઇંડુ જોવા મળ્યુ હતું. આ વાતથી ખોડિયાર માતા કોપાયમાન થઇ ગયા હતા અને ભાણેજિયા ધરોમાં હતુ એટલુ જ પાણી ભરી દીધુ. માતાજીના સતનો આ પરચો ગળધરેથી માજી નીસર્યા ગરબામાં જોવા મળે છે.

માટેલ મંદિરમાં માતાજીના સ્થાનક
માટેલમાં આવેલા આ મંદિરમાં કુલ ચાર ઊંચી ભેખડ પર વરખડીના ઝાડ નીચે એક મંદિર આવેલુ છે. જે માતાજીનું જૂનુ સ્થાનક ગણાય છે, અહીં એક આવડ, ખોડિયાર, હોલબાઇ અને બીજબાઇ એમ ચાર દેવીઓનો વાસ છે. આ ચારેય મૂર્તિઓમાં ખોડિયાર માતાની મૂર્તિ ઉપર સોના ચાંદીનું છત્ર અને ઓઢણી ઓઢાડેલી હોય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…