માતા-પિતાની એક ભૂલને કારણે ફૂલ જેવી દીકરીનું થયું કરુણ મોત- સમગ્ર ઘટના જાણીને કાળજું કંપી ઉઠશે

234
Published on: 1:02 pm, Mon, 27 September 21

હાલમાં જ ચાલી રહેલ કોરોનાકાળની અસર થોડી ઓછી થઈ ગઈ છે પણ તે સંપૂર્ણપણે દૂર થઈ નથી. કોરોનાની ત્રીજી લહેર ગમે ત્યારે આવી શકે છે ત્યારે આ મહામારીની સૌપ્રથમ તેમજ બીજી લહેર એકદમ ખતરનાક સાબિત થઈ હતી. કેટલાક લોકોએ આ સમયમાં તેમના પ્રિયજનો ગુમાવ્યા હતા.

જો કે, હવે કોરોનાને લીધે મૃત્યુઆંકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જેનો સંપૂર્ણ શ્રેય કોરોનાની રસીને જાય છે. મોટાભાગના દેશની સરકારનું માનવું છે કે, દેશવાસીઓ કોરોનાની રસી મેળવીને સુરક્ષિત થઈ જાય પણ કેટલાક લોકોને હજુ પણ કોરોનાની રસી લેવામાં રસ ધરાવતા નથી.

તેમને તેમજ તેમના પરિવારજનોને આનો ભોગ બનવું પડતું હોય છે. અમેરિકામાંથી ટેક્સાસમાંથી આ ઘટના સામે આવી છે. અહીં એક માતા-પિતાને કોરોનાની રસી ન મળવા બદલ એવી સજા મળી હતી કે, તેમની 4 વર્ષીય દીકરીનું મોત થયું હતું. ફક્ત 4 વર્ષની બાળકી થોડા દિવસ અગાઉ કોરોના સંક્રમિત થઈ હતી.

ત્યારબાદમાં તેને થોડી દવા આપીને સૂવડાવી દેવામાં આવી હતી પરંતુ સવારમાં તે આંખો ખોલી શકી ન હતી. કોરોનાને લીધે 7 વાગ્યાના સુમારે તેનું મોત થયું હોવાનું માનવામાં આવે છે. હવે તેના માતા-પિતાને અફસોસ રહેલો છે કે, તેમને રસી ન લીધી. કાલી કૂક ટેક્સાસના બેક્લિફના રહેવાસી છે.

કોરોનાથી મૃત્યુ પામનાર સૌથી નાની વયની દર્દી બની છે. દીકરીના મોત પછી તેની માતા કારા હાર્વૂડને રસી ન મળવાનો અફસોસ છે. તેણીએ જણાવ્યું હતું કે, હું તે લોકોમાંની એક હતી કે, જે રસીનો વિરોધ કરી રહ્યા હતા. હવે હું ઈચ્છું છું કે, અમને આ રસી મળી હોત. પરિવારના જણાવ્યા પ્રમાણે, તેમની 4 વર્ષની બાળકી જ્યારે ઊંઘમાં હતી ત્યારે તેનું મોત થયું હતું.

છોકરીનું પ્રિસ્કુલિંગ થોડા દિવસ અગાઉ શરૂ થયું ત્યારે ગેલ્વેસ્ટન કાઉન્ટી લોકલ હેલ્થ ઓથોરિટીના અધિકારી ફિલિપ કેઇઝરે બાળકીના મોતને દુર્ઘટના જણાવી હતી. આની સાથે જ તેમણે કોરોનાનાં આ દોરમાં રસીકરણ તથા સાવધાનીની જરૂર પર ભાર મૂકવામાં આવ્યો હતો.

હેલ્થ ઓથોરિટી દ્વારા જારી કરવામાં આવેલ એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, જ્યારે તમારા બાળકો બીમાર હોય ત્યારે તે ખૂબ અગત્યનું છે કે, તમે એમ ન કહો કે તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે. જો બાળક બીમાર હોય તો તેને તાત્કાલિક ડોક્ટર પાસે લઈ જવું ખુબજ જરૂરી છે.

કોરોનાને લીધે એક બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો પડ્યો તે ખૂબ જ દુ:ખદ ઘટના છે. આ ઘટનામાંથી બોધપાઠ લેતા,તમારે બધાએ ખુબ જલદીથી કોરોનાની રસી લઈ લેવી જોઈએ. ટૂંક જ સમયમાં બાળકો માટે કોરોનાની રસી મૂકવામાં આવશે એવો દાવો કરાયો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…