આજના યુવાનો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું વડોદરાની ખુશ્બુએ- આકાશમાં ઉડવાનું સ્વપ્ન કર્યું સાકાર

373
Published on: 3:20 pm, Mon, 27 December 21

જો સાચા મનથી નિર્ણય કરીને મહેનત કરવામાં આવે તો મોટામાં મોટા કાર્યમાં સફળતા મળી શકે છે. હાલમાં આવી જ એક સફળતાની કહાની સામે આવી છે. એવું કહેવામાં આવે છે કે, જેઓ પ્રયત્ન કરે છે તેઓ ક્યારેય પણ હાર માનતા નથી. જો તમે પણ જીવનમાં કંઈક કરવાનું વિચારી રહ્યા તો તમારા તમામ સ્વપ્નનને સાકાર થવામાં સમય લાગતો નથી.

ગુજરાત સરકાર દ્વારા યુવાઓને કારકિર્દી ઘડવામાં દરેક સહાય પુરી પાડવાના ઉત્તમ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ, યુવાઓ અને વંચિત સમાજને મદદરૂપ થવા સરકારની વિશેષ યોજનાઓ સામાજિક વિકાસમાં મહત્વનો ફાળો આપે છે. વડોદરાના મધ્યમવર્ગ પરિવારમાં ઉછરેલી ૨૮ વર્ષીય ખુશ્બુ અંબાલાલ પરમારનું બાળપણથી એકમાત્ર સ્વપ્ન હતું આકાશમાં ઉડવાનું.

જણાવી દઈએ કે, નાનપણમાં પિતાના અવસાનને પરિણામે નબળી આર્થિક પરસ્થિતિ ખુશ્બુના સપનાઓ વચ્ચે મુશ્કેલી સમાન હતી. તેમની માતા એક છાત્રાલયમાં ગૃહમાતા તરીકે નોકરી કરી પોતાની દીકરીના આંખના સપનાને નબળું પડવા દીધું નહીં. ધોરણ ૧૨ સાયન્સ સુધી લગનથી અભ્યાસ બાદ, ખુશ્બુનું દૃઢ મનોબળ, પરિશ્રમ અને ગુજરાત સરકારની કમર્શિયલ પાઇલટ લાઇસન્સ યોજના તેનું સપનું સાકાર કરવામાં જોડાઈ ગયા.

આ ઉપરાંત, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા, ગુજરાત સરકારની યોજના હેઠળ ૨૪,૭૨,૦૦૦ની લોન મળતા ખુશ્બુનું કમર્શિયલ પાયલટ લાયસન્સ મેળવવાનું અને ઉજ્જવળ કારકિર્દી ઘડવાનું સફળ થયું હતું. આ ઉપરાંત, જણાવી દઈએ કે ખુશ્બુની હાલમાં એક નામાંકિત એરલાઈન કંપનીમાં અસિસ્ટન્ટ પાયલટ તરીકે પસંદગી પણ થઈ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…