પાટણ પંથકમાં સૌપ્રથમવાર મગફળીની સફળ ખેતી કરીને આ ખેડૂતભાઈએ સર્જ્યો વિક્રમ રેકોર્ડ

Published on: 11:58 am, Fri, 27 August 21

દેશનો ખેડૂત અવારનવાર ખેતીમાં અવ્ન્વાર પ્રયોગ કરતો રહેતો હોય છે. ઘણીવાર આવા ખેડૂતોની સફળતાની કહાની સામે આવતી હોય છે ર્ત્યારે હાલમાં પણ આવી જ એક કહાની સામે આવી છે. પાટણ જિલ્લામાં આવેલ રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામના ખેડૂતે આ વિસ્તારની અંદર સૌપ્રથમવાર મગફળીનું વાવેતર કર્યું છે.

આની સાથે જ ખુબ સારૂં ઉત્પાદન મળી રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે આ વિસ્તારના બીજા ખેડૂતો પણ મગફળીનું વાવેતર કરવા માટે આ ખેડૂતની પ્રેરણા લેવા તેમજ પોતાના ખેતરોમાં મગફળીનું વાવેતર કરવા માટે મોટી પીપળીનાં આ ખેડૂતભાઈના ખેતરની મુલાકાત લઈ રહ્યા છે.

ખેડૂત સગરામભાઇ રબારીએ આ વિસ્તારમાં સૌપ્રથમ વાર મગફળીની ખેતી કરીને આ વિસ્તારમાં મગફળીની સફળ ખેતી થઈ શકે છે તે સાબિત કરી બતાવ્યું છે તો આ ખેડૂતનાં સાહસને લઈ મોટી પીપળી ગામના તેમજ આસપાસના અન્ય ખેડૂતો પણ મગફળીનું વાવેતર જોવા માટે તેમજ ખેતીની પદ્ધતિ જોવા માટે સગરામભાઇના ખેતરની રૂબરૂ મુલાકાત માટે આવી રહ્યા છે

મગફળીનું વાવેતર કરવા માટે જે પદ્ધતિથી આ વિસ્તારમાં સોનામાં સુગંધ ભળે તેવી મગફળીનું વાવેતર કરીને પાકનો સારો એવો ઉગારો નીકળ્યો છે. જેને લીધે ખેડુતને મગફળીની ખેતીમાં ખુબ સારી એવી કમાણી થશે તેવી આશા સેવાઈ રહી છે. આની સાથે જ આ ખેડૂતની પ્રેરણા લઇને અન્ય ખેડૂતો પણ મગફળીનું વાવેતર કરવાનું વિચારી રહ્યા છે.

આ વિસ્તારમાં બીજા પાકોનું વાવેતર કરવામાં આવે છે પણ મગફળીનું વાવેતર સૌપ્રથમવખત કોઈ ખેડૂતે કરેલ હોય તો તે મોટી પીપળી ગામના ખેડૂતે આ સાહસ કરતાં અન્ય ખેડૂતો પણ મગફળીનું વાવેતર કરવા માટેની તૈયારી દર્શાવી રહ્યા છે તેમજ ખુબ સારી એવી કમાણી કરવા માટે આ ખેડૂત ભાઈએ ખેતરમાં પહોંચી મગફળીની વાવેતરનું નિરીક્ષણ કરીને મગફળીનું વાવેતર કરવા માટે પ્રેરણા લઇ રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…