ભગવાન આવો દીકરો સૌ કોઈને આપે! બીમારી સામે મોતની જંગ લડી રહેલ પિતાને પુત્રએ હ્રદય દાન કરીને આપ્યું નવજીવન

456
Published on: 3:31 pm, Fri, 22 October 21

એક યુવકના પિતાનું લીવર કામ કરતુ બંધ થઇ ગયું હતું. ત્યારે ડોક્ટરે તેમના પરિવારને જણાવ્યું હતું કે, તેમના પિતા પાસે હવે વધારે સમય રહ્યો નથી. આ કિસ્સામાં, લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું ખુબ જરૂરી બની ગયું હતું. ત્યારબાદ દીકરાએ પોતાનું 65 ટકા લીવર તેના પિતાને દાન કરી દીધું હતું.

ડોક્ટરે જણાવ્યું હતું કે, ડોનર વગર, તેમની પાસે માત્ર 6 મહિના જ સમય રહ્યો હતો. ત્યારે હું મારી જાતને સાવ લાચાર સમજતો હતો. પપ્પાએ મને જણાવ્યું હતું કે, મારે વેલા મરવું નથી. હું તને સ્નાતક જોવા માંગુ છું. તેને કારણે છોકરાએ કહ્યું હતું કે, હું કોવિડની બીજીમાં લહેરમાં કોરોનાથી સંક્રમિત થયો હતો. જ્યારે હું એકલો હતો ત્યારે મને ખુબ રડવું આવતું હતું. કારણ કે, મારા પિતાને મારી જરૂર હતી અને હું તેમની સાથે ન હતો. જો કે, હું પપ્પાને ખુશ રાખવા માટે લુડોમાં તેમની સામે જાણીજોઇને હારતો અને વિડીયો કોલ પણ કરતો હતો.

વધુમાં દીકરાએ કહ્યું હતું કે, મારા પિતાને નિયમિતપણે ડોકટર પાસે લઇ જવામાં આવતા હતા. ત્યારે હું તેમની નજીક બેસીને મારી પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. હું તેમને હવે આ રીતે લડતા જોઈ શકતો ન હતો. તેથી મેં મારા પરિવારને કહ્યું હતું કે, હું મારા પિતાને મારું લીવર દાન કરીશ. જોકે, સદભાગ્યે મારું લીવર પિતાના લીવર સાથે મેચ થઇ ગયું હતું.

મારા પિતાને મારે મારા લિવરનો 65 ટકા હિસ્સો દાન કરવાની જરૂર હતી. તેને કારણે મેં કસરત કરીને અને ખાવા-પીવાની ખુબ કાળજી રાખીને મારું વજન ઘટાડ્યું હતું. થોડા ટેસ્ટ બાદ મને જણાવવામાં આવ્યું હતું કે, હું સર્જરી માટે ફિટ છું. ત્યારે મને રાહત મળી હતી, પરંતુ તે દરમિયાન પપ્પા રડવા લાગ્યા હતા. અમે અમારી બચતમાંથી 20 લાખ સર્જરી માટે આપી દીધા હતા. આ પછી છોકરાએ જણાવ્યું હતું કે, અમારી સર્જરીના બે દિવસ પહેલા જ હું સ્નાતક થયો હતો.

ત્યારે પાપાએ જણાવ્યું હતું કે, મને ડર હતો કે, હું આ દિવસ ક્યારેય નહીં જોઈ શકું. તે મને દુનિયાનો સૌથી સુખી પિતા બનાવી દીધો છે. હવે અમારે ફક્ત એક વધુ પરીક્ષા પાસ કરવાની હતી અને હું પ્રાર્થના કરી રહ્યો હતો કે, સર્જરીની પરીક્ષામાં મને સરળતા મળે. જ્યારે હું સર્જરી પછી જાગી ગયો, ત્યારે ડોક્ટરે મારી સામે સ્મિત કર્યું અને જણાવ્યું હતું કે, તમે તમારા પિતાને બચાવી લીધા છે. ત્યારે મને ખુબ જ આનંદ થયો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…