વેવાઈ વેવાણની પ્રેમ કહાની બાદ હવે વહુ અને સસરાના લગ્ન આવ્યા ચર્ચામાં, 42 વર્ષ નાની છોકરી પર આવ્યું સસુરનું દિલ

Published on: 5:10 pm, Sat, 28 January 23

આપણે ઘણી એવી ઘટનાઓ વિષે સાંભળ્યું હશે જેના વિષે જાણીને ભલભલા ધ્રુજી ઉઠે છે. આજે એક એવીજ ઘટના સામે આવી છે. એક 70 વર્ષની ઉંમરના વ્યક્તિનું દિલ 28 વર્ષની પુત્રવધૂ પર આવી ગયું અને ત્યાર બાદ બંનેએ પરિવાર અને સમાજની પરવા કર્યા વગર મંદિરમાં જઈને લગ્ન કરી લીધા હતા.

સસરાએ ઉંમરમાં 42 વર્ષ નાની પુત્રવધૂ સાથે લગ્ન કરીને બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. સમગ્ર વિસ્તારમાં આ પરિણીત યુગલની ખુબજ ચર્ચા થઈ રહી છે. 70 વર્ષના કૈલાશ યાદવ બરહાલગંજ પોલીસ સ્ટેશનના ચોકીદાર છે. કૈલાશ યાદવની પત્નીનું 12 વર્ષ પહેલા જ મૃત્યુ પામી હતી.

કૈલાશ યાદવે પોતાના પુત્રની પત્ની સાથે છપિયા ઉમરાવ ગામના મંદિરમાં લગ્ન કર્યા હતા. સસરા અને વહુની આ હરકતોથી બધા આશ્ચર્યમાં છે. બંનેના લગ્નની તસ્વીર સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહી છે. હાલતો દરેક લોકોની જીભ પર આજ લોકોના લગ્નની ચર્ચા  ચાલી રહી છે.

મળેલી માહિતી અનુસાર કૈલાશ યાદવને ચાર સંતાનો છે તેમાંથી ત્રીજા પુત્રના મૃત્યુ બાદ પુત્રવધૂ વિધવા બની ગઈ હતી. પુત્રવધૂના અન્યત્ર લગ્નની વાત છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી હતી. અને આ દરમિયાન સસરા કૈલાશ યાદવનું દિલ તેમની વિધવા વહુ પર આવી ગયું હતું.

ત્યાર બાદ પરિવાર અને સમાજની પરવા કર્યા  વગર બંનેએ લગ્ન કરી લીધા હતા. બંનેએ મંદિરમાં એકબીજા સાથે સાત ફેરા લીધા હતા. એવું પણ કહેવાય રહ્યું છે કે, આ લગ્ન બંનેની સહમતિથી કરવામાં આવ્યા છે. આ લગ્નને લઈને કોઈએ ફરિયાદ કરી નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…