દીકરીના લગ્નના એક દિવસ પહેલા જ પોતાનું ઘર વેચવા તૈયાર થયા પિતા- પછી દીકરીએ જે કર્યું એ જાણી…

150
Published on: 10:59 am, Thu, 16 December 21

દહેજના કારણે આજે કેટલાય પરિવારો બરબાદ થઈ ચૂક્યા છે. જ્યારે માતા પિતા તેમના જીવનની સૌથી અમૂલ્ય સંપત્તિ, દીકરી કન્યાદાનમાં આપે છે, તેમ છતાં અમુક લાલચુંઓ દહેજ માટે લાખો રૂપિયા માંગતા સેજ પણ અચકાતા નથી.

હાલ આવા જ એક લગ્નના સમાચાર સામે આવ્યા છે, જેમાં લગ્નના એક દિવસ પહેલા જ વરપક્ષએ દીકરીના પિતા પાસે બે લાખ રૂપિયાની માંગણી કરે છે, અને મજબુર પિતા પોતાનું ઘર વેચવા તૈયાર થઈ ગયા હતા. સામાન્ય રીતે, દરેક માતા-પિતાની ઇચ્છા હોય કે તેની દીકરીના ધામ-ધૂમથી લગ્ન થાય. જ્યારે લગ્નમાં જીવનની બધી જ બચત અને કમાણી લગાવી દીધી હોય, અને પછી વરપક્ષ દ્વારા પૈસા માંગવામાં આવે તો પિતાનું આ સ્વપ્નું ચૂરચૂર થઈ જાય છે. આવી જ કંઈક ઘટના બરેલીમાં બની છે.

યોગેન્દ્રભાઈની દીકરીના લગ્ન નક્કી થયા હતા. દીકરીના માતા-પિતાએ પણ લગ્નની દરેક તૈયારીઓ કરી નાખી હતી. ધામધૂમથી લગ્ન થવાના હતા અને એક દિવસ પહેલા જ વરપક્ષનો ફોન આવે છે કે, ‘બે લાખ રૂપિયા આપો!’ તમને જણાવી દઈએ કે, યોગેન્દ્રભાઈ નાની એવી કરિયાણાની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. હવે એક તરફ લગ્નમાં બધા જ રૂપિયા ખર્ચાઈ ગયા હોય, અને બીજી બાજુ બે લાખ રૂપિયા માંગે તો ક્યાંથી લાવવા? તેમ છતાં પિતાએ દીકરીના લગ્ન ઊભાં ન રહે, તે માટે પોતાનું ઘર વેચવા મજબૂર થયા હતા.

દીકરીને આ વાતની જાણ થતા, દીકરી ત્યારે જ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. દીકરીએ પિતાને કહ્યું હતું કે, ‘પૈસાનો લાલચુ આવો ઘરવાળો મને ક્યારેય ખુશ નહીં રાખી શકે.’ જો ઘર વેચાઇ ગયું હોત, તો પિતાની ઇજ્જત શું રહે? પરંતુ દીકરી એ પોતાના એક નિર્ણયથી પિતાની ઇજ્જત અને લાજ બચાવી લીધી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…