આ ગુજરાતી કથાકારના એક પ્રયાસે ફૂલ વેચતી દીકરીની બદલાઈ ગઈ કિસ્મત, લેખ વાંચી તમેય વાહ-વાહ કરવા લાગશો

161
Published on: 2:56 pm, Wed, 1 December 21

ભારત દેશ સાધુ-સંતોનો દેશ છે. સાધુ-સંતોના એક વચનોથી સૂતેલી કિસ્મત પણ જાગી જાય છે. હાલ આવી જ એક ઘટના અહીં સામે આવી છે, જ્યાં ગરીબ પરિવારની દીકરી સાધુના એક વચ્ચે અને રાતોરાત લાખોપતિ બની ગઈ હતી અને રૂપિયાનો વરસાદ થવા લાગ્યો હતો. ભગવાનમાં શ્રદ્ધા હોય તો દુનિયાની કોઈ તાકાત જીવનમાં સફળ બનતા રોકી શકતી નથી.

સાધુના એક પ્રયાસથી કાળા તડકામાં ફુલ વેચતી દીકરીની કિસ્મત બદલાઈ ગઈ હતી. આ ઘટના કોઈ ચમત્કાર કે અંધશ્રદ્ધાની નથી, પરંતુ મીઠા બોલ કેવો કરિશ્મા સર્જી શકે છે તેની સાબિતી પૂરતો આ કિસ્સો છે. ગરીબ ઘરની પાયલ ફૂલો વેચતી હતી, પરંતુ સાધુ-સંતોના એક પ્રયાસથી આ દીકરીને ભણાવવા થી લઈને રહેવા સુધીના તમામ ખર્ચનું આયોજન થઈ ગયું હતું. પ્રભાસ પાટણનાં સોમનાથ મંદિરમાં શરૂ કથાએ એક બનાવ બન્યો હતો. આ મંદિરના ઓટલે પાયલ ફૂલમાળા વેચીને પોતાનું જીવન ગુજરાતી હતી. પરંતુ પાયલને નહોતી ખબર કે હવે પછી તેને જીવનમાં ક્યારેય ફુલ વેચવા પડશે.

જ્યારે પાયલ મંદિરના ઓટલે બેસીને ફૂલમાળા બેસી રહી હતી ત્યારે, મંદિરના પ્રવેશદ્વાર પાસે એક કથાકારને દૂરથી જોઈ ગઈ હતી અને ત્યારે જ પોતાનું બધું જ કામ છોડી, પાયલ એ સાધુ તરફ દોટ મૂકી હતી. પાયલ કથાકાર ના આસિસ્ટન્ટ પાસે પહોંચી અને કહ્યું, મારે મહારાજને ફૂલ માળા પહેરાવી છે. આવું સાંભળતા જ કથાકારે પાયલની આ ઈચ્છા પૂરી કરી હતી. પહેલી જ નજરમાં કથાકારે ગરીબ ઘરની દીકરી ને પારખી લીધી હતી અને પાયલ નો ચહેરો યાદ રાખી લીધો હતો.

આ કથાકાર કોઈ બીજું નહીં પરંતુ ગીરીબાપુ છે. ગીરીબાપુ અંહિયાં કથા કરી રહ્યા હતા. કથા નો છઠ્ઠો દિવસ હતો ને પાયલ કથા સાંભળવા સભામંડપમાં ગઈ હતી. પાયલ ને જોતા જ કથાકાર તેને ઓળખી ગયા હતા અને તરત જ પાયલ ને તે સ્ટેજ ઉપર બોલાવી હતી. સંત શ્રી ગીરીબાપુ એ દીકરીને શાલ ઓઢાડી આશીર્વાદ આપ્યા હતા. આશીર્વાદ આપી કથાકારે પોતાના ભક્તો પાસે મદદની ટહેલ નાખી કહ્યું ‘ઝોલી મેરી ભરદે’.

ત્યારબાદ તો ભક્તોએ રૂપિયાનો વરસાદ કરી દીધો હતો. આટલું જ નહીં કોઈ ભક્તે, આ દીકરીના ભણતરનો સમગ્ર ખર્ચો પોતાના માથે લીધો હતો. તો, કોઈ ભક્તે આ દીકરીના લગ્નનો બધો જ ખર્ચ આપવાની વાત કરી દીધી હતી. એક ભક્તે તો એમ પણ કહી દીધું હતું કે ‘હું આ છોકરી ને અમેરિકા લઈ જઈશ.’ ખરેખર કથાના આજના દિવસે સાબિત થઈ ગયું હતું કે, આપણા ગુજરાતીઓ ડાયરામાં જ નહીં પરંતુ સમય આવે ત્યારે લોકોની મદદ માટે ન્યોછાવર પણ થઈ જાય છે. ત્યારબાદ કથાકારે જાતે જ ઉભા થઇ પાયલના માથે રૂપિયાનો વરસાદ કર્યો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…