મરચાની બોરીઓ નદીમાં ફેંકતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ત્યારે આ વીડિયો ગોંડલ પંથકનો હોવાની જાણવા મળ્યું છે. વીડિયોમાં એક ખેડૂત પોતાના વાહન નંબર GJ O3 BV 1769માંથી મરચાની બોરીઓ પૂલ પરથી નીચે ફેંકી રહ્યો છે. પૂલ નીચે મરચા ફેંકતો શખસ રોષ વ્યક્ત કરતા ‘કોઈ દિવસ મરચા ન વાવતા’તેમ જણાવી રહ્યો છે.
સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલો આ વીડિયો મરચાનાં યોગ્ય ભાવો ન મળતા પૂલ ઉપરથી નદીમાં મરચા ફેંકતો હતો. વીડિયો ગોંડલનાં કમઢીયા અને શ્રીનાથગઢ વચ્ચે આવેલા ભાદર નદીના પૂલનો હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે ખેડૂતને મરચાનાં પોષણક્ષમ ભાવો ન મળતા મરચા ન છૂટકે નદીમાં ફેંકી દેવા પડ્યા હોવાનું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.
આ ઉપરાંત એક મહિના પહેલા રાજકોટમાં જૂના યાર્ડ ખાતે ખેડૂતો પણ રોષે ભરાયાં હતાં. યાર્ડમાં શાકભાજીનો પાક વેચવા માટે આવેલા ખેડૂતોને કિલો દિઠ માત્ર 2 થી 3 રૂપિયા જ ભાવ મળતાં વિરોધ શરૂ થયો હતો. ખેડૂતોએ ભાવથી નારાજ થઈને તમામ શાકભાજી રોડ પર નાંખીને વિરોધ પ્રદશૅન કર્યું હતું.
યાર્ડમાં લીંબુ અને બટાકા સિવાયના તમામ શાકભાજી 2થી 3 રૂપિયા કિલોના ભાવ બોલાયો હતો. જ્યારે બજારમાં 10થી 50 રૂપિયા સુધી કિલોના ભાવે શાકભાજી વેચાઈ રહ્યું હતું. ભાવ નહીં મળતાં હાલ ખેડૂતોને મજૂરી અને ભાડાની રકમ પણ ઘરની ભોગવવાનો વારો આવ્યો છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…