
ઘણીવાર ખેડૂતો કઈક અલગ કરીને બતાવતા હોય છે. હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે કે, જેને જાણીને તમને ખુબ જ નવાઈ લાગશે. જરૂરીયાત આવિષ્કારની જનની છે, આ વાત તમામ લોકો માને છે. ગુજરાતમાં પણ એક ખેડૂતની જરૂરીયાતને એક નવું સસ્તું, ટકાઉ તેમજ ખુબ ઝડપથી કામ કરનાર મશીનને જન્મ આપ્યો છે, જેનો લાભ હવે ખેડૂતોને મળી રહ્યો છે.
માત્ર 40 વર્ષીય મનસુખભાઇ જગાની ખેડૂત છે તેમજ ગુજરાતમાં આવેલ અમરેલી જિલ્લાના વતની છે. મનસુખભાઇ પ્રાથમિક સ્તરથી આગળ ભણી શક્યા નહિ. જબરદસ્ત આર્થિક તંગીના દિવસોમાં મનસુખભાઇએ મજૂર તરીકે પણ કામ કર્યું છે. 22 વર્ષ અગાઉ એમણે ગામમાં પરત ફરીને સમારકામ તથા નિર્માણનું નાનું એવું કામ કરવાની શરુઆત કરી હતી તેમજ ખેતીમાં કામમાં આવે તેવા ઓજાર બનાવવા લાગ્યા હતા.
આ કામમાં કૌશલ્ય પ્રાપ્ત કર્યા પછી હાલમાં મનસુખભાઈએ પાક પર સ્પ્રે કરવાવાળી સરળ તેમજ ખુબ જ સસ્તી મશીન બનાવી નાખી છે. તેનાથી કામ ખુબ જ ઝડપથી થાય છે. આની સાથે જ કિંમત પણ ખુબ ઓછી છે. મનસુખભાઈએ સાઇકલમાં સ્પ્રે મશીનને એવી રીતે જોડી દીધી છે કે, જેનાથી સ્પ્રે કરનાર વ્યક્તિના શરીરને કોઈ થાક લાગશે નહિ.
આની સાથે જ સ્પ્રે કરતા સમયે નીકળતો રાસાયણિક પદાર્થ શરીરને પણ નુકસાનનો ખતરો ખુભ ઓછો થઇ જાય છે. મનસુખભાઈએ સાઈકલના સેન્ટ્રલ સ્પ્રોકેટને પાછળના પૈડાં તેમજ પાછળના પૈડાંને સેન્ટ્રલ સ્પ્રોકેટથી બદલી નાંખ્યું હતું. એમણે પેંડલને સેન્ટ્રલ સ્પ્રોકેટ પરથી દૂર કરીને પેંડલને બદલે બંને તરફથી પિસ્ટન રોડ લગાવી દીધું હતું. બંને તરફથી આ પિસ્ટન રોડ પિત્તળના કિલેન્ડરથી જોડાયેલ છે.
કુલ 30 લીટરના PVC સ્ટોરેજની એક ટાંકી તેમણે સાઈકલના કેરિયર પર રાખી દીધી હતી. જો કે, કિલેન્ડર પમ્પથી જોડાયેલ હતી. બેલેન્સ જાળવી રાખવા માટે એમણે સાઇકલના કેરિયરની બંને બાજુ કુલ 4 ફુટ લાબી છટકાવ કરવાવાળી એક નળી પણ લગાવી હતી. માત્ર 8 દિવસની મહેનત બાદ મનસુખભાઇ જબરદસ્ત પધ્ધતિથી કામ કરનાર સ્પ્રે મશીન બનાવવામાં સફળતા મળી હતી. સાઇકલ સ્પ્રે મશીનથી કુલ 1 એકર ખેતરમાં છટકાવ કરવામાં માત્ર 45 મિનિટનો સમય લાગે છે. તેની કિંમત માત્ર 2,200 રૂપિયા છે. તેમાં સાઈકલની કિંમતનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…