સામાન્ય પથ્થર જેવી દેખાતી એક વસ્તુએ આ ભાગ્યશાળી ખેડૂતને રાતોરાત બનાવી દીધો કરોડોનો માલિક

160
Published on: 4:21 pm, Fri, 10 September 21

મોટાભાગના લોકોએ નાનપણમાં સોનાના ઇંડા આપતી મરઘીની વાર્તા તો સાંભળી જ હશે. આની સાથે-સાથે જ કેટલાક લોકોને એવો વિચાર પણ આવ્યો હશે કે, ખરેખર કોઈ મરઘી સોનાનું ઈંડુ ખરેખર આપતી હશે કે નહીં? આજે અમે આપને એક એવા વ્યક્તિ અંગે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેને સોનાના ઈંડા આપતી મરઘીએ નહીં પરંતુ ભૂંડે રાતોરાત કરોડપતિ બનાવી દીધો છે.

આ ઘટના ચીનનાં બો ચુઆંગ નામના એક ખેડૂત સાથે બની હતી. એની પાસે કેટલાક ભૂંડ હતાં કે, જેનું તે વ્યવસ્થિત રીતે ભરણપોષણ કરી રહ્યો હતો. આવા દિવસોમાં એક દિવસ ભૂંડના પેટમાંથી એક પથ્થર જેવી વસ્તુ નીકળી આવી હતી. આ વસ્તુ એકદમ વાળના ગુચ્છા જેવી લાગતી હતી પરંતુ તે વાળના ગુચ્છા જેવી દેખાતી પથ્થર જેવી વસ્તુ હતી.

જેનું કદ 4 ઇંચ જેટલું હતું. ફક્ત આટલું જ નહીં પણ આ વસ્તુની કિંમત લાખો-કરોડોમાં હોવાનું મનાય છે. આ અંગે જ્યારે ખેડૂતને જાણ થઈ તો તેણે તે પથ્થર લઈને ખેડૂત શંઘાઈ જતો રહ્યો હતો. અહીં તેને તેની અસલી કિંમત જાણવાં મળતાં તેના હોશ ઉડી ગયા હતાં. સામાન્ય પથ્થર જેવી દેખાતી આ વસ્તુને ‘બેજોર’ કહેવાય છે કે, જેની કિંમત 4 કરોડ રૂપિયા છે.

શું હોય છે બેજોર?
બેજોર એક એવી વસ્તુ છે કે, જે દેખાવમાં એકદમ સામાન્ય પથ્થર જેવી જ હોય છે. જયારે તે જાનવરના પેટમાંથી નીકળે છે. આ ખૂબ જ કામની વસ્તુ હોય છે. કારણ કે, તેનો ઉપયોગ કિંમતી દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે. આની ઉપરાંત આની મદદથી ઝેરથી બચાવી શકે તેવા ઇન્જેક્શન પણ બનાવાય છે. બેજોરનો પથ્થર સૌપ્રથમ વર્ષ 1600માં ઈંગ્લેન્ડમાં મળી આવ્યો હતો.

અહીં નોંધનીય છે કે, જ્યારે ખેડૂતને બેજોરની ખરી કિંમતની જાણ થઈ તો એની બજારમાં તેની ખૂબ જ માંગ રહેલી છે તેમજ તે ખૂબ જ મોંઘી પણ વેચાય છે તો તેમને બેજોરની હરાજી કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ એને વેચીને કરોડપતિ બની ગયો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…