ખેતરના માલિકની નિયત બગડતા ભાગીયાની દીકરીને બનાવી હવસનો શિકાર- જાણો ક્યાંની છે ચોકાવનારી ઘટના

1716
Published on: 5:38 pm, Tue, 28 December 21

આજના સમયમાં સગીર વયની છોકરીઓ પર થતા દુષ્કર્મના ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે. અનેકવાર આપણી સમક્ષ સગીર વયની યુવતીઓ ઉપર દુષ્કર્મ આચર્યાના બનાવો સામે આવે છે. ત્યારે વધુ એક ડીસા તાલુકાના એક ગામની અંદર ભાગીયાની સગીર વયની દીકરી ઉપર બે શખ્સો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું બનાવ સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ, સગીર યુવતી ઉપર ખેતરના માલિક અને તેના મિત્ર દ્વારા સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. હાલમાં ડીસા પોલીસ સ્ટેશનમાં બંને શખ્સો વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, ડીસા તાલુકાના એક ગામની અંદર એક વ્યક્તિ પોતાના પરિવાર સાથે ગામ પાસે આવેલા ખેતરમાં ભાગિયા તરીકે રહેતો હતો.

ભાગીયાને 15 વર્ષની એક સગીર વયની દીકરી હતી. જેના ઉપર ખેતર માલિકની નજર બગડતા તેણે દુષ્કર્મ આચર્યું હતું. જયારે સગીર વયની દીકરી ત્રણ મહિના પહેલા પોતાના ઘરમાં એકલી હતી આ સમયે દુષ્કર્મને અંજામ આપ્યો હતો. ત્યારબાદ ખેતર માલિકે યુવતીને ધમકી આપી હતી કે, તે આ વાત કોઈને જણાવશે નહિ.

સગીરા ખેતર માલિકની ધમકીથી ડરી ગઈ હતી અને તેને આ વાત કોઈને જણાવી નહી. જેનો લાભ ઉઠાવીને ખેતર માલિકે ફરી એક વાર પોતાના મિત્ર સાથે મળીને સગીર વયની યુવતીની મરજી વિરુદ્ધ યુવતી ઉપર દુષ્કર્મ આચર્યું હતું. આ વખતે પણ ખેતર માલિક અને તેના મિત્રએ યુવતીને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

ત્યારે યુવતીએ ડર્યા વિના સમગ્ર ઘટના અંગે તેના પરિવારને જણાવ્યું હતું. ત્યારબાદ પરિવારે ડીસા પોલીસ સ્ટેશનમાં ખેતર માલિક અને તેમના મિત્ર વિરુદ્ધ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…