ખેતરમાં થ્રેસર મશીનથી ઘઉંની લણણી કરી રહ્યો હતો પરિવાર – ત્યારે આ ખેડૂ પરિવાર સાથે ઘટી એવી ઘટના કે, જાણીને રૂવાંડા ઉભા થઈ જશે

Published on: 3:03 pm, Tue, 29 March 22

રાજસ્થાનમાં ભીલવારા જિલ્લાના ગંગાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કાલાધુંધા ગામમાં રવિવારે રાત્રે ખેતરમાં રમતા બે માસૂમ બાળકોને વીજ કરંટ લાગ્યો હતો. જેમાં એક બાળકનું મોત થયું હતું. જ્યારે અન્યની હાલત અત્યંત ગંભીર છે. અકસ્માત સમયે બાળકોના પરિવારજનો ખેતરમાં થ્રેસરમાંથી ઘઉં કાઢી રહ્યા હતા. આ ઘટના બાદ બંને બાળકોને ગંગાપુર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

ગંગાપુર પોલીસ સ્ટેશનના પ્રભારી રાજુરામ પલાસિયાએ જણાવ્યું કે, રવિવારે રાત્રે કાલાધુંધા નિવાસી હીરાલાલ પ્રજાપત તેના આખા પરિવાર સાથે ખેતરમાં થ્રેસર લગાવીને ઘઉં કાઢવાનું કામ કરી રહ્યા હતા. ઈલેક્ટ્રીક વાયર મુકીને લાઈટની વ્યવસ્થા કરવામાં આવી હતી. હીરાલાલના બે બાળકો યશરાજ (8) અને કવિતા (12) ખેતરમાં જ રમતા હતા. રમતા રમતા બંને બાળકોને વીજ કરંટ લાગ્યો હતો.

વીજ વાયરમાંથી શોર્ટ સર્કિટનો અવાજ અને બાળકોની બૂમો સાંભળી પરિવારજનો બાળકો તરફ દોડી આવ્યા હતા. બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ યશરાજને મૃત જાહેર કર્યો હતો. સાથે જ રાકેશની હાલત પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. સંબંધીઓએ જણાવ્યું કે, યશરાજ ત્રીજા ધોરણમાં ભણતો હતો અને કવિતા પાંચમા ધોરણની વિદ્યાર્થીની છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…