ભાવનગર(ગુજરાત): હાલ દેશભરમાં ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે ગુરુવારે વલ્લભીપુરના તોતણીયાળા ગામ ખાતે એક પશુપાલકની ગાયનું વધતી ઉંમરના કારણે નિધન થતા ગામમાં શોકનો માહોલ છવાયો હતો. જાણવા મળ્યું છે કે, ગામમાં કામધેનુનું ઉપનામ પામેલી ગાયના રક્ષક એવા અજીતસિંહ અમરસિંહ મોરીના પરિવાર દ્વારા ઢોલ-શરણાઈના સુર સાથે ગૌમાતાની અંતિમયાત્રા યોજવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, વલ્લભીપુર તાલુકાના તોતણીયાળા ગામના રહેવાસી અજીતસિંહ અમરસિંહ મોરી એક દાયકા કરતા પણ વધુ સમયથી એક ગાયના સૌરક્ષક હતા. પરિવારના સભ્યની સાથે હળીમળી ગયેલી આ ગાય છેલ્લા 10 વર્ષોથી વિયાંણી ન હોવા છતાં નિયમિત પણે અમૃત સમાન દૂધ આપતી હોવાથી ગામ સમસ્તમાં આ ગાયને કામધેનુના ઉપનામે ખ્યાતિ પ્રાપ્ત હતી. વધતી વયને લઈને ગુરુવારે આ કામધેનુએ દેહ ત્યાગ કરતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
શાસ્ત્રોકત વિધિથી ગાયને સમાધિસ્થ કરવામાં આવી ગાયના સૌરક્ષક એવા અજીતસિંહ મોરીએ આ દુઃખદ ક્ષણે જણાવ્યું હતું કે, અમારા પરિવાર માટે આ ગાયમાતા સાચા અર્થમાં કામધેનુ હતી. જેના સાનિધ્યમાં અમે સુખી-સંપન્ન થયા છીએ. જાણવા મળ્યું છે કે, 10 વર્ષથી વગર વિયાંણે આ કામધેનુ દૂધ આપતી હોવાથી સ્થાનિકોમાં પણ ભારે અચરજ સાથે આસ્થાભાવ જાગૃત થયો હતો.
આવી ગૌ માતાના નિધનથી ગ્રામીણો શોકાતુર બન્યા હતા. આ ઉપરાંત, સ્વજનની અંતિમયાત્રાની માફક જ ગાયની પણ અંતિમયાત્રા ગામમાં ફેરવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ શાસ્ત્રોકત વિધિથી ગાયને સમાધિસ્થ કરવામાં આવતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…