ઘરમાં ત્રીજી દીકરીનો જન્મ થતા પરિવારે હર્ષોલ્લાસ સાથે કરી ઉજવણી- પિતાએ કહ્યું ‘મારી 1 દીકરી 100 દીકરા સમાન’

273
Published on: 3:17 pm, Tue, 14 September 21

દીકરીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આની સાથે જ આજના સમયમાં મોટાભાગના લોકો દીકરીની અગત્યતા સમજતા થઈ ગયા છે ત્યારે હાલમાં સમાજને પ્રેરણા પૂરી પાડે એવા સમાચાર સામે આવ્યા છે. દીકરીના પાવન પગલા ઘરમાં પડતા જ ઘરનો સમગ્ર માહોલ બદલાઈ જતો હોય છે.

દીકરી તો વહાલનો દરિયો કહેવાય છે. આની સાથે જ દીકરીના કોમળ પગલા ઘરમાં ખુબ સારા સમયનું સુકન લઈને આવતા હોય છે ત્યારે હાલના સમયમાં સૌ કોઈ લોકોને દીકરીની આશા વધુ હોય છે. આપણા દેશમાં દીકરીઓ તમામ ક્ષેત્રમાં એક આગવી ઓળખ મેળવીને દેશનું નામ રોશન કરે છે.

પહેલા દીકરીને પેટમાં જ મારી નાંખવામાં આવી હતી. આ અંગે સરકારના કડક નિર્ણયો થતા આ વસ્તુમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે તેમજ લોકો સમજવા લાગ્યા છે કે, મારી 1 દીકરી 100 દીકરા સમાન છે. દીકરી તો લક્ષ્મીનો અવતાર કહેવાય છે.

આપણા સમાજમાં હવે લક્ષ્મી તેમજ દેવીશક્તિ ગણાતી દીકરીઓ પ્રત્યે જૂની રૂઢીઓ તથા માનસિકતામાં બદલાવ આવ્યો છે ત્યારે સમાજમાં દીકરીનો જન્મ થતાની સાથે જ માતા-પિતા તથા પરિવાર ખુબ જ આનંદથી ઉજવણીઓ કરે છે તેમજ એક આગવો સંદેશો પાઠવે છે કે, દીકરીઓ કોઈથી ઓછી નથી.

દીકરીનું પાલન-પોષણ ખુબ સારી રીતે કરવામાં આવે છે. આ વિચારધારા સમાજમાં એક નવો માર્ગ ચીંધે છે. હાલમાં  એક એવી ઘટના સામે આવી છે કે, જેને જાણીને તમારું દિલ ગદગદ થઈ ઉઠશે. મોરબીના એક પરિવારમાં 2 દીકરીઓ પછી અન્ય ત્રીજી દીકરીનો જન્મ થયો હતો.

પરિવારને દીકરાની આશા હતી પણ દીકરી આવતા તેને ભગવાનના આશીર્વાદ સમજીને તેને ફૂલડે વધાવી લેવામાં આવી હતી. દીકરી આવતાની ખુશીમાં પરિવારે નકળંગ ધામે ભૂમિદાન પેટે કુલ 2,22,222નું અનુદાન કરવામાં આવ્યું હતું. અગું બે દીકરી હોય તો કોઈપણ પરિવારને દીકરાની આશા હોઈ જ છે.

હરીની ઈચ્છા એ તો સૌ કોઈને મંજુરી હોય છે. મોરબીમાં આવેલ થાનગઢમાં કારખાનું ધરાવતા કિરણ રિફેકટ્રીઝ નીતિનભાઈ સુંદરજીભાઈ મૈંજડિયાને સંતાનમાં પહેલાથી 2 દીકરી છે ત્યારે ફરી ઈશ્વરે દીકરીની ભેટ આપતાં નીતિનભાઈ તેમજ તેમના પરિવાર દ્વારા ત્રીજી દીકરીના જન્મને ખુશીથી વધાવી લેવામાં આવ્યો છે.

નીતિનભાઈ મૈંજડિયાના ઘરે જન્માષ્ટમીના પાવન અવસર પર લક્ષ્મીજીનાં વધામણાં થયાં હતાં, જેથી ઈશ્વરે આશીર્વાદરૂપે ત્રીજી દીકરીની ભેટ આપી હોવાનું સમજી પ્રજાપતિ પરિવાર તેમજ તમામ મિત્રોએ ઉમંગભેર તેના જન્મનાં વધામણાં કરી દીકરા કરતાં પણ સવાઈ રીતે તેના જન્મ પ્રસંગને ઊજવ્યો છે.

ફક્ત આટલું જ નહીં પણ નીતિનભાઈના મિત્રોએ લક્ષ્મીજીનાં વધામણાની ખુશીમાં ટંકારાના હડમતિયા ગામમાં સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજના આસ્થાના કેન્દ્ર સમાન નકલંકધામમાં ગુરુદેવને સેવાકાર્યો માટે ભૂમિદાન પેટે કુલ 2,22,222 રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું છે.

આમ, આ પરિવાર દ્વારા દીકરી-દીકરો એકસમાન હોવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે તેમજ સમાજને દીકરીઓ પ્રત્યેની જૂની રૂઢિઓ તથા માનસિકતામાંથી બહાર આવીને દીકરીને વહાલનો દરિયો ગણીને તેનું દીકરાની જેમ જ લાલન-પાલન કરવાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…