જેના અંતિમ સંસ્કાર કરીને પરિવાર ઘરે ફર્યો, તે જ મૃતક વ્યક્તિ ઘરે સોફા પર બેઠો હતો- જાણો ગુજરાતમાં ક્યાં બની આ ઘટના

4409
Published on: 10:35 am, Sat, 25 December 21

આજકાલ ઘણી અજીબોગરીબ ઘટનાઓ બનતી રહે છે જે સાંભળીને ઘણા કેટલાક વ્યક્તિઓને આઘાત લાગતો હોય છે તો ઘણી વાર લોકો ખડખડાટ હસી પડતા હોય છે. આ દરમિયાન, આવી જ એક અજીબોગરીબ ઘટના જામનગરના કાલાવડ નાકા બહાર બની હતી.

આ ઘટનામાં જામનગરના કાલાવડ નાકા બહાર પોતાનું ગુજરાન ચલાવતા દયાળજીભાઈ દામજીભાઈ રાઠોડ બે દિવસથી ગુમ થઈ ગયા હતા. જેના લીધે પરિવારજનોએ પોતાના પરિવારના સભ્યને ગોતવા માટે મથામણ શરૂ કરી દીધી હતી. તેમજ પોલીસ મથકમાં પણ આ અંગે જાણ કરી દીધી હતી. આ દરમિયાન, બીજી બાજુ છૂટક મજૂરીકામ કરતા કેશુભાઈ બાબુભાઈ મકવાણા પણ ગુમ થઈ ગયા હતા. તેથી કેશુભાઈના પરિવાર દ્વારા પણ તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. તેમજ પોલીસ મથકમાં આ અંગે જાણ પણ કરવામાં આવી હતી.

જાણવા મળ્યું છે કે, આ બંને વડીલો જે ગુમ થઈ ગયા હતા. તેની શોધખોળમાં પોલીસ પોતાનુ તમામ બળ લગાવીને શોધખોળ કરી રહી હતી. આ દરમિયાન, પોલીસને શાકમાર્કેટ નજીકથી એક મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ તેઓને હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો અને અને પોલીસ દ્વારા કેશુભાઈ મકવાણાના પરિવારજનોને જાણ કરી હતી કે કેશુભાઈ મકવાણાનો મૃતદેહ શાકમાર્કેટમાંથી મળી આવ્યો છે.

ત્યારબાદ મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો તેમ જ પરિવારજનોએ તેના અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા હતા. પરંતુ, અંતિમ સંસ્કાર કર્યા બાદ આખો પરિવાર જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે જે દ્રશ્ય જોયું તે જોઈને તેઓ સ્તબ્ધ રહી ગયા હતા. કારણ કે, તેઓ કેશુભાઈનું અંતિમ સંસ્કાર કરીને ભીની આંખોએ ઘરે પહોંચ્યા હતા અને કેશુભાઈ તેમની નજર સામે સોફા પર બેઠા હતા.

ત્યારબાદ તેમણે તરત જ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી કે તેઓ જે વ્યક્તિનું અંતિમ સંસ્કાર કરીને ઘરે આવ્યા છે તે વ્યક્તિત્વ ખરેખર જીવિત છે. ત્યારબાદ પોલીસ દ્વારા ફરીવાર તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ કર્યા બાદ જાણવા મળ્યું હતું કે, કેશુભાઈના પરિવારે જે મૃતદેહને કેશુભાઈ સમજીને અંતિમ સંસ્કાર કાર્ય હતા તે વ્યક્તિ ખરેખર દયાળજીભાઈ દામજીભાઈ રાઠોડ હતા છે.

જે બે દિવસ પહેલા ગુમ થયા હતા. દયાળજી ભાઈ દામજીભાઈ રાઠોડના પરિવારને તો આ અંગે કોઈ પણ જાણકારી મળી જ નહોતી. તેમને પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે, નાની એવી ચુકના કારણે દયાળજીભાઈના મૃતદેહના કેશુભાઈના પરિવારે અંતિમ સંસ્કાર કરી નાખ્યો છે.

આ સાંભળતા જ દયાળજીભાઈના પરિવાર પર આફતોના વાદળ ઘેરાઈ આવ્યા હતા. ત્યારબાદ કેશુભાઈ અને દયાળજીભાઈ બન્નેના પરિવારો એકબીજાને મળીને આ મુદ્દે ચર્ચા કરી હતી. ત્યારબાદ સ્મશાન ખાતે પહોંચીને અસ્થી કુંભમાંથી નામો પણ બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…