ગુજરાત ટાઈટન્સની આખી ટીમ આજે અમદાવાદમાં ખુલ્લી બસમાં કરશે રોડ શો- જાણો જલ્દી

238
Published on: 5:24 pm, Mon, 30 May 22

તમે સૌ જનતા જ હશો કે, હાર્દિક પંડ્યાની આગેવાનીની ગુજરાતની ટીમે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022ની ટ્રોફી પર કબ્જો કરી લીધો છે. પ્રથમ વખત જ IPLમાં ભાગ લઇ રહેલી ટીમે વિજય હાંસલ કર્યો હતો. ગુજરાત ટાઈટન્સની ટીમ પ્રથમ વખત ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. ગુજરાતની ટીમના વિજયની કોઈને અપેક્ષા નહોતી, પરંતુ ટીમ પ્રયાસ અને હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ ટીમે આ વિજય સાથે IPLમાં ઈતિહાસ રચ્યો હતો.

ગુજરાત ટાઇટન્સ ટીમના વિજય બાદ ગુજરાતના ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે અને જણાવી દઈએ કે, આજે ગુજરાત ટાઇટન્સની વિજેતા ટીમ અમદાવાદમાં ભવ્ય રોડ શો યોજશે. તેઓ રિવરફ્રન્ટ ખાતે રોડ શો યોજશે. સાંજે 5:30 કલાકે ઉસ્માનપુરા રિવરફ્રન્ટથી વિશ્વકુંજ રિવરફ્રન્ટ સુધીનો રોડ શો થશે. અમદાવાદ પોલીસ કમિશનરે પણ જણાવ્યું કે, પણ રોડ શો યોજાશે, જેમાં ગુજરાત ટાઇટન્સની ટીમના ખેલાડીઓ બસ પર સવાર થઇને લોકોનું અભિવાદન ઝીલશે. આના માટે મોટી સંખ્યા પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, ટ્રાફિકને પણ અસર ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ રોડ શો પહેલા ગુજરાતની ટીમ CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીને મળી હતી. નોંધનીય છે કે, ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા દ્વારા જે રીતે ટીમનો જુસ્સો વધારી અને કેપિટનશીપ કરી હતી તેના લીધે ગુજરાતની ટીમેં જીત મેળવી છે. અહી IPLની ટ્રોફી સાથે હાર્દિક પંડ્યા સહિતના સ્ટાર ખેલાડીઓ હાજર રહેશે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં પોતાની ટીમ ગુજરાત ટાઈટન્સ (GT)ને ચેમ્પિયન બનાવનાર કેપ્ટન હાર્દિક પંડ્યા દ્વારા પોતાના આગામી લક્ષ્યનો ખુલાસો કરવામાં આવ્યો છે. હાલમાં જ ભારતીય ટીમમાં વાપસી કરનારા આ ઓલરાઉન્ડરે જણાવ્યું કે, તેનું આગામી લક્ષ્ય પોતાના દેશ માટે વર્લ્ડ કપ જીતવાનું છે.

હાર્દિક પંડ્યાએ પહેલા બૉલ સાથે 17 રન આપીને 3 વિકેટ લીધી અને ત્યારબાદ બેટથી 34 રનોની ઉપયોગી ઇનિંગ રમી. તેની ટીમે રાજસ્થાન રૉયલ્સને 7 વિકેટે હટાવીને જીત મેળવી છે. હાર્દિક પંડ્યાને જ્યારે પૂછવામાં આવ્યું કે, તેનું આગામી લક્ષ્ય શું હશે? તો તેણે જણાવ્યું કે, નિશ્ચિત રૂપે ભારત માટે વર્લ્ડ કપ જીતવાનું, ભલે ગમે તે થઈ જાય, હું તેને એ બધુ જ આપીશ જે મારી પાસે છે. હંમેશાં ટીમને પહેલા રાખનારો વ્યક્તિ છું. મારા માટે લક્ષ્ય સરળ હશે, એ સુનિશ્ચિત કરવું કે, હું વધારેમાં વધારે યોગદાન આપી શકું.

વધુમાં હાર્દિક પંડ્યાએ જણાવ્યું કે, ભારત માટે હંમેશાં સપનું સાચું થવા જેવુ રહ્યું છે, પછી મેં ગમે તેટલી મેચ રમી હોય. દેશનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે હંમેશાં ખુશીની વાત રહી છે. મને જે પ્રકારનો પ્રેમ અને સમર્થન મળ્યું છે, તે ભારતીય ટીમનો નજરિયો છે. લોંગ ટર્મ, શૉર્ટ ટર્મ, હું વર્લ્ડ કપ જીતવા ઈચ્છું છું, ભલે કઈ પણ થઈ જાય.

જણાવી દઈએ કે, ભારતીય ટીમે આ વર્ષે T20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં રમવાનો છે અને ત્યારબાદ આગામી વર્ષે ઘર પર જ વન-ડે વર્લ્ડ કપ રમવાનો છે. આ બંને જ ટૂર્નામેન્ટમાં હાર્દિક પંડ્યાનું યોગદાન ખૂબ મહત્ત્વનું રહેવાનું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…