હાલમાં સામે આવી રહેલ આ શરમજનક ઘટના રાજ્યમાં આવેલ રાજકોટના ગોંડલ તાલુકામાંથી સામે આવી છે કે, જ્યા એક 11 વર્ષીય બાળકી દુષ્કર્મનો શિકાર બની છે કે, જેને લીધે આજુબાજુના વિસ્તારમાં પણ ભારે ચકચાર મચી જવા પામી છે ત્યારે સમગ્ર મામલે પોલીસ દ્વારા પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ આરોપી છેલ્લા 4 વર્ષથી ગોંડલમાં જ રહેતો હોવાની જાણકારી સામે આવી છે. પરિવારજનોનું જણાવવું છે કે, તેમણે ઘરની વસ્તુ લેવા માટે બાળકીને મોકલી હતી. બાળકી સાયકલ લઈને ગઈ હતી પણ મોડે સુધી પરત ન આવતા એને શોધવા માટે નિકળ્યા હતા.
બાળકીની સાયકલ ખેતર નજીક પડેલી જોઈને ત્યા અંદર પરિવારજનો જોવા માટે ગયા તો ખેતરમાં જોયું તો બાળકી આરોપીની સાથે નગ્ન અવસ્થમાં દેખાઈ આવી હતી કે, જેથી પરિવારજનોએ બૂમાબૂમ કરી હતી. બૂમાબૂમ થતા ગ્રામજનો દોડીને ત્યા આવી ગયા હતા.
આરોપી આ દરમિયાન કપડા પહેરીને ફરાર થઈ રહ્યો હતો. ગ્રામજનોએ અટકાવ્યો પણ તે ત્યાથી ભાગવામાં સફળ થયો હતો. આ ઘટનાને લઈ બાળકી એટલી ગભરાઈ ગઈ હતી કે, તે પરિવારજનો સામે રડવા લાગી હતી તેમજ જણાવ્યું કે, જબરદસ્તી કરીને તેમજ માર મારીને અંદર ખેતરમાં લઈ ગયો હતો.
ત્યારબાદ બાળકી આગળ જણાવતા કહે છે કે, તેણે મારુ મોઢું દબાવીને મારી કપડા ફાડી કાઢ્યા હતા તેમજ કહ્યું હતું કે, અવાજ કરીશ તો જાનથી મારી નાખીશ. જેને લીધે બાળકી ગભરાઈ ગઈ હતી તેમજ આરોપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાળકીને આ વ્યથા સાંભળીને ગ્રામજનોમાં પણ રોષ ફેલાયો છે.
આ સમગ્ર મામલે ગામના સરપંચ, આગેવાનો તથા પરિવારજનો દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે ત્યારે પોલીસ દ્વારા પણ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને આરોપીની શોધખોળ શરુ કરી દેવામાં આવી છે. આવી ઘટનાથી સમગ્ર પંથક શર્મસાર થયો છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…