વલસાડમાં બ્રીજ પરથી ઇકો કાર નીચે ખાબકતા બોલી ગયા કુરચે કુરચા- ચાર લોકો…

Published on: 12:34 pm, Fri, 3 September 21

વલસાડ(ગુજરાત): એક ઇકો કાર વલસાડના હાઈવે પર પાર નદીના બ્રિજ ઉપરથી નીચે ખાબકી હતી. એક પરિવાર જામનગરથી ઉમરગામમાં જન્માષ્ટમી ઉજવણી કરીને ઈકો કારમાં પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન ઇકો કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા પાર નદીના બ્રિજ ઉપરથી કાર નદીના તટમાં પડી હતી.

ચંદ્રપુરના મંગેલા લાઈફ સેવા ટ્રસ્ટના સભ્યોને આ ઘટનાની જાણ થઇ હતી. ત્યારબાદ તેઓએ કારમાંથી 4 વ્યક્તિઓને સુરક્ષિત રીતે બહાર કાઢી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. કારમાં સવાર જામનગરના 4 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે.

મળતી માહિતી મુજબ, જામનગરથી પરિવારના સભ્યો ઇકો કારમાં જન્માષ્ટમીની ઉજવણી કરવા માટે ઉમરગામમાં આવ્યાં હતા. જોકે, ઉમરગામમાં પડેલા ભારે વરસાદને કારણે પરિવાર ત્યાંથી નીકળી શક્યો ન હતો. ગુરૂવારે સવારે વરસાદ બંધ થતા જામનગરનો પરિવાર તેમની ઇકો કાર લઈને પરત આવી રહ્યો હતો. ત્યારે પારડી નજીક આવેલા પાર નદીના બ્રિજ ઉપર કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પાર નદીના બ્રિજ ઉપરથી નદીમાં નીચે પડી ગઈ હતી. ચંદ્રપુરના લાઈફ સેવા ટ્રસ્ટના સભ્યોને આ બનાવની જાણ થતા તેઓએ તરત પાર નદીના તટમાં પહોંચી કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢી સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…