બનાસકાંઠામાં ગોઝારો ત્રિપલ અકસ્માત- ટ્રક અને ટ્રેલર વચ્ચે ઇકો કારનું ભડથું થઇ ગયું, પતરા કાપી મૃતદેહને કાઢ્યા બહાર

134
Published on: 11:35 am, Tue, 14 December 21

અત્યાર સુધીમાં અકસ્માતની ઘટનાએ કેટલાય માસુમોનો ભોગ લીધો છે. ગતરાતે આવો જ એક ત્રિપલ અકસ્માત નેશનલ હાઈવે પર સર્જાયો છે. આ ગોઝારા અકસ્માતમાં ટ્રક, ટ્રેલર અને ઇકો કારનું ભડથું થઈ ગયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે, મૃતદેહની હાલત પણ ઓળખવા જેવી નહોતી.

ત્રિપલ અકસ્માતમાં એકનું મોત અને ચાર ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ લોકોને હાલ પણ સારવાર ચાલી રહી છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, કલાકો સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો. અને મોટી સંખ્યામાં લોકોની ભીડ ભેગી થઇ ગઈ હતી. અકસ્માતમાં ટ્રક અને ટ્રેલર વચ્ચે ઇકો કાર પાપડ થઈ ગઈ હતી.

આ પહેલા પણ, બનાસકાંઠામાં અકસ્માતનો સીલસીલો યથાવત જ રહ્યો છે. અને આજે સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં કારણે એકનું મૃત્યુ અને ચાર ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ગોઝારા અકસ્માતથી સમગ્ર પંથકમાં અરેરાટી મચી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…