
ગુજરાતમાં આવેલ ધાર્મિક નગરી એટલે કે, પાટણમાં બિરાજમાન કાર્તિકેય સ્વામી ભગવાનનું મંદિર વર્ષમાં ફક્ત એકવખત જ ખુલે છે ત્યારે કાર્તિકેય પૂર્ણિમા નિમિતે આજે મંદિરના દ્વાર ખુલતા દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. આની સાથે જ કોરોના મહામારીની વચ્ચે સરકારની ગાઈડલાઇન સાથે ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.
પૌરાણિક કથા મુજબ ભગવાન શિવના બે દીકરા ગણેશ તથા કાર્તિકેય ભગવાનની વચ્ચે પુથ્વી ભ્રમણની શરત લાગી હતી. તે સમય દરમિયાન કાર્તિકેય ભગવાન પોતાના વાહન મોરને લઇ સમય મર્યાદામાં પુથ્વીનું કુલ 7 વખત ભ્રમણ કર્યું હતું પરંતુ ભગવાન ગણેશ ચતુર હોવાંથી એમને પુથ્વીના ભ્રમણ કરવાની જગ્યાએ પોતાના માતા-પિતાની 7 પ્રદક્ષિણા કરીને ભ્રમણ પુર્ણ કરતા તમામ દેવોએ ભગવાન ગણેશના વખાણ કર્યા હતા.
આની સાથે જ ભગવાન શિવ ખુશ થઇ ગણેશના બે પત્નીઓ સાથે લગ્ન કરાવ્યા હતા ત્યારે ભગવાન કાર્તિકેય ક્રોધિત થઇને પોતાને શ્રાપ આપ્યો હતો કે, જે મારું મુખ જોશે તે વિધવા થઈ જશે. આ સમયે બધાં દેવોએ તેમને શાંત પાડી સમજાવતાં નિર્ણય કર્યો હતો કે, મારા મુખને વર્ષની શરૂઆતની પ્રથમ પૂર્ણિમાના દિવસે જે પરણિત મહિલાઓ દર્શન કરશે તે સૌભાગ્યવતી બનશે તેમજ જીવનમાં સુખ-સમૃદ્ધિ મળશે.
ત્યારથી ભગવાન કાર્તિકેયનું મંદિર વર્ષમાં એકવખત જ વાર ખુલે છે તેમજ મંદિરના દ્વાર ખુલતા મોટી સંખ્યામાં મહિલાઓ તથા ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સ અને ફરજિયાત માસ્ક પહેરીને દર્શનનો લાભ લીધો હતો. નૂતન વર્ષ બાદ આવતી પ્રથમ પૂર્ણિમા એટલે કે, કાર્તિકેય ભગવાનના દર્શન કરવાની પૂર્ણિમા હોવાથી તેને ‘કાર્તિકેય પૂર્ણિમા’ કહેવામાં આવે છે.
આ કાર્તિકેય પૂર્ણિમાના દિવસે પાટણમાં આવેલ છત્રપતેશ્વર મંદિરમાં સમગ્ર શિવ પરિવાર બિરાજમાન છે. આની સાથે જ ભગવાન કાર્તિકેય પણ બિરાજમાન હોવાંથી આ મંદિર સૂર્યોદય પહેલા ભગવાનના મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા. ભગવાનનું મુખ ભક્તોના દર્શન માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ મંદિર તથા ભગવાનનું મુખ સૂર્યાસ્ત પહેલા બંધ કરી દેવામાં આવે છે.
જેથી આજે કાર્તિકેય ભગવાનના દર્શનનું વિશેષ મહત્વ હોવાંથી વહેલી સવારથી મહિલાઓ તથા ભક્તો મોટી સંખ્યામાં પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે તેમજ દર્શનનો લ્હાવો લેવા માટે ઉમટ્યા હતા. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું તથા ભક્તો કાર્તિકેય ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
પાટણમાં ગાયકવાડ સરકાર દ્વારા બનાવવામાં આવેલ પ્રાચીન મંદિરમાં કાર્તિકેય ભગવાનનું મુખ વર્ષમાં એકવખત જ જોવા મળે છે. તેમના દર્શન માત્રથી જ ભક્તોના દુઃખ, દર્દ દૂર થતા હોવાંથી ભક્તો ભગવાન કાર્તિકેય પર અપાર શ્રદ્ધા તથા આસ્થા ધરાવે છે તેમજ અચૂક આ દિવસે તેમના મુખના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…