ડોક્ટરની નાનકડી ભૂલના કારણે દીકરી વિકલાંગ જન્મી- હિંમત ન હારી યુવતીએ કર્યું એવું કે, આપવા પડ્યા એક કરોડ

142
Published on: 4:03 pm, Fri, 3 December 21

આજકાલ આપણે અવારનવાર પોલીસ કેસના કિસ્સાઓ વિશે સંભાળયે છીએ. ત્યારે આવો જ એક પોલીસ કેસને લઈને એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે આ વિચિત્ર કિસ્સો બ્રિટનનો છે. જ્યાં બ્રિટનની વિકલાંગ 20 વર્ષની AV Toombs નામની છોકરીએ પોતાની જ માતાના ડૉક્ટર પર આરોપ લગાવતા કહ્યું છે કે તેમની એક બેદરકારીને કારણે તે જન્મ લેતાની સાથે જ વિકલાંગત થઇ હતી. જયારે આ મામલો સોશિયલ મીડિયા પર એટલો બધો વાયરલ થયો હતો કે લોકો તે યુવતીને સોશિયલ મીડિયા પર પૂછવા લાગ્યા હતા કે તે આખરે આવું કેમ ઈચ્છે છે.

તે દરમિયાન લોકોને જવાબ આપતા AV Toombs કહ્યું છે કે તેને વર્ષ 2001માં લિપોમાયલોમેનિંગોસેલના સાથે જન્મ લીધો હતો. તેને એક પ્રકારની વિકલાંગતા કહેવાય છે જેને આપણે મેડિકલ સાયન્સની ભાષામાં સ્પિના બિફિડા તરીકે પણ ઓળખીએ છીએ. આ બીમારીને કારણે AV Toombsએ ડૉક્ટર સામે આ અંગે કેસ નોંધાવીને પોતાને થયેલ નુકસાની માંગી છે.

AV Toombsએ વધુમાં કહ્યું હતું કે, ડોક્ટર ફિલિપ મિશેલે AV Toombsના જન્મ થયા પહેલા તેની માતાને યોગ્ય દવા લખી દેવામાં ન આવી હતી. જેની આડઅસરોને કારણે તે વિકલાંગતા સાથે જન્મી હતી. AV Toombsની માતાને જો ડોક્ટર મિશેલે દ્વારા ગર્ભાવસ્થા દરમિયાન યોગ્ય દવાની સલાહ આપવામાં આવી હોત તો તે પણ એક સામાન્ય વ્યક્તિની જેમ પોતાનું જીવન જીવતી હોત, તેનું કહેવું છે કે તેના જન્મ પહેલા ડોક્ટર જાણતા હતા કે તે વિકલાંગતા સાથે જ જન્મ લેવાની છે તેમ છતાં પણ ડોક્ટરજો ઇચ્છતા હોત તો તે તેણીને જન્મ લેતા અટકાવી શકે તેમ હતા. પરંતુ તેમને આ કામ કરતા પહેલા એકવાર પણ વિચાર કર્યા વગર તે બાળકીને જન્મ આપ્યો, જો ધારેત તો ડોક્ટર્સ આવું થતા રોકી શકતા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…