ખેતમજુરી કરી ગુજરાન ચલાવતા પિતાનું સપનું દીકરીએ કર્યું સાકાર- સમગ્ર ઘટના જાણીને છાતી ગજગજ ફૂલી ઉઠશે 

210
Published on: 2:42 pm, Sun, 3 October 21

આજની દીકરીઓ અનેક ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી રહી છે ત્યારે હાલમાં પણ આવી જ ખેડૂતપુત્રીની સફળતાની કહાનીને લઈ આવ્યા છીએ ત્યારે આવો જાણીએ વિગતે. મધ્યપ્રદેશના એક નાનકડા જિલ્લા નરસિંહપુરના રહેવાસી તાપસ પરિહારની સફળતાની કહાની જણાવવા જઈ રહ્યા છીએ ત્યારે આપને જણાવી દઈએ કે,, આ દીકરીએ વર્ષ 2017 માં બીજા જ પ્રયાસમાં 23 મા ક્રમ સાથે UPSC ની પરીક્ષા પાસ કરી હતી.

IAS તાપસ્ય પરિહાર એક નાનકડા ગામમાં રહેતા હતા કે, જેથીમોટાભાગના સમાજની વિચારસરણી એ રહેતી હતી કે, દીકરીઓએ જલ્દી લગ્ન કરવા જોઈએ, તેમને વધુ ભણાવવાનો કોઈ અર્થ નથી. કારણ કે છેવટે, તેમને જવું પડશે લગ્ન કર્યા પછી સાસરું જ ઘર કહેવાય. જયારે તાપસ્ય આ અંગે ખૂબ નસીબદાર હતી.

તેમના પરિવારજનો ગામમાં રહેતા હશે પણ તેમની વિચારસરણી રૂઢીચુસ્ત ન હતી. તેઓ પોતે તપસ્યાને વાંચન અને લેખન દ્વારા સક્ષમ બનાવવા માંગતા હતા કે, જેથી તાપસ્યના પરિવારના સભ્યોએ તેને ઘણો ટેકો આપ્યો હતો. અભ્યાસ માટે જે કઈપણ જરૂરી વસ્તુ હોય તે તાપસ્યને મળી રહેતું હતું.

ફક્ત એટલું જ નહીં, પરિવારને તાપસ્ય પર જેટલો વિશ્વાસ હતો, કદાચ તાપસ્યને પોતાના પર પણ વિશ્વાસ ન હતો. પરિવારજનો તપસ્યાને ખુબ પ્રોત્સાહિત કરતા. આની સાથે જ તે પોતે UPSC ની આ મુશ્કેલ પરીક્ષા પણ પાસ કરી શકશે એવી હિંમત આપતા હતા.

IAS તાપસ્ય પરિહાર શાળા સમયથી ટોપર રહી હતી:
તાપસ્યનો જન્મ 22 નવેમ્બર વર્ષ 1992 ના રોજ થયો હતો. તેઓ નરસિંહપુરના ગામનાં વતની છે. તાપસ્યના પિતાનું નામ વિશ્વાસ પરિહાર છે કે, જેઓ વ્યવસાયે ખેડૂત રહેલા છે. તેની માતા જ્યોતિ પરિહાર સરપંચ છે. તાપસ્ય સંયુક્ત કુટુંબમાં રહે છે કે, જેથી તેને દરેક લોકોનો પ્રેમ મળ્યો હતો.

તાપસ્ય ખુબ નાની ઉંમરથી અભ્યાસમાં હોંશિયાર હતી. સેન્ટ્રલ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો તેમજ 10 અને 12 ધોરણમાં શાળાની ટોપર રહી હતી. તાપસ્યના અભ્યાસમાં રસ જોઈને તેના પરિવારે તેને કહ્યું કે, તેણે UPSCની પરીક્ષા આપવી જોઈએ, તાપસ્યને પણ લાગ્યું કે તે આ પરીક્ષા આપી શકે છે.

IAS તાપસ્ય પરિહારને તેના પરિવારના બાળકોમાં સૌથી મોટી હતી એમ છતાં તેને પરિવારનો સંપૂર્ણ મદદ મળી હતી. સામાન્ય રીતે છોકરીઓને કેટલીય સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે જેમ કે, તેમને ભણવાની છૂટ નથી, ભણવા માટે બહાર મોકલાતી નથી, વહેલાસર લગ્ન કરવા વગેરે.

તાપસ્યનું જણાવવું છે કે, તે પહેલી વાર પસંદગી પામી ન હતી, તેનું કારણ કોચિંગ છે. હું કોચિંગ પર વિશ્વાસ રાખીને બેઠી હતી કે, તે બધું જ કરશે અને શીખવશે પરંતુ આવું કંઈ થયું નહીં. કોચિંગ ક્લાસમાં ઘણા બધા ઉમેદવારો છે તેથી તમને અલગથી ખાસ ધ્યાન આપતા નથી. તમે સ્વ અભ્યાસ કરો તે વધુ સારું છે.

દાદીએ ખુબ પ્રોત્સાહન આપ્યું:
આટલું જ નહીં, તાપસ્યની દાદી તેમની સૌથી મોટી પ્રેરક હતી. તે સમયે સમયે તાપસ્યને પ્રેરણા આપતી રહેતી હતી કે, તપસ્યા તું આ પરીક્ષા પાસ કરી શકો છે, કે ને લીધે દાદીના શબ્દો સાંભળીને, તપસ્યાનો વિશ્વાસ મજબૂત થતો તેમજ તે અભ્યાસમાં વધુ ધ્યાન આપતી હતી.

આની સાથોસાથ જ ખુબ ખંતથી અભ્યાસ કરતી હતી. દિલ્હીમાં રહેતા, તેમણે બે વર્ષ સુધી આ પરીક્ષાની તૈયારી કરી હતી. તપસ્યાએ આ પરીક્ષા માટે 2 વાર પ્રયત્ન કર્યો હતો જયારે સૌપ્રથમ વખત તેને સફળતા ન મળી તેમજ બીજા પ્રયાસમાં તેને સફળતા મળી અને તે સિલેક્ટ થઈ ગઈ હતી.

તાપસ્યએ વર્ષ 2017 માં UPSC ની પરીક્ષા આપી હતી ત્યારે તેણીને સંપૂર્ણ વિશ્વાસ ન હતો કે, તેણી પસંદગી પામશે કારણ કે, તેણે કહ્યું હતું કે તે પરીક્ષામાં 100% ધ્યાન આપી શકતી ન હતી. IAS તાપસ્ય પરિહાર UPSC પરીક્ષા માટે પ્રયત્ન કરતા અન્ય સહભાગીઓને કહે છે કે, જો તમે આ પરીક્ષામાં સફળતા મેળવવા માંગતા હો, તો તમારે તેના માટે માત્ર એક જ મૂળ મંત્રનું પાલન કરવું જોઈએ અને તે છે સંપૂર્ણ સમર્પણ, મહેનત અને પ્રામાણિકતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…