પિતાના મૃત્યુ બાદ 22 વર્ષીય દીકરી બસ ડેપોમાં કામ કરીને આઠ ભાઈ-બહેનનું કરી રહી છે ભરણપોષણ

Published on: 6:24 pm, Thu, 2 September 21

આપણે ઘણીવાર હિંમત અને સાહસની વાતો કરતા હોઈએ છીએ અને સાંભળતા હોઈએ છીએ. આવી કહાનીઓથી લોકોને પ્રેરણા મળે છે. આવી જ એક કહાની 22 વર્ષની સોનીની છે, જે હરિયાણાના નાનકડા શહેર હિસારમાં રહે છે. સોનીના આખા પરિવારનું ગુજરાન તેના પિતાના પગાર પર ચાલતું હતું.

સોનીના પિતાનું મૃત્યુ થઇ જતા પરિવારની બધી જવાબદારી સોની પર આવી ગઈ. કારણ કે આઠ ભાઈ બહેનોમાં કોઈ એવું નહોતું જે ઘરની દેખરેખ રાખી શકે. આવી પરીસ્થિતિમાં કોઈ સામાન્ય વ્યક્તિ આવી પરિસ્થિતિમાં હિંમત હારીને બેસી ગયો હોય છે, પરંતુ સોનીએ હિંમત ન હારી અને 22 વર્ષની ઉંમરે પણ આખા પરિવારનું ગુજરાન ચલાવી રહી છે.

પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે સોની હિસાર ડેપોમાં હેલ્પર તરીકેની નોકરી કરે છે. ફક્ત એકની કમાણીથી આઠ ભાઈ બહેનોનું ગુજરાન ચાલે છે. લોકોને જોઈને દરેકને આશ્ચર્ય થાય છે કે આટલી નાની ઉંમરે રે રોજ કામ કરવા માટે હિસાર ડેપોમાં જાય છે અને ત્યાં જઈને બસોનું સમારકામ કરે છે. તેની આ પ્રકારની મહેનત જોઈને સૌ લોકોનું દિલ છલકાઈ જશે.

મહત્વની વાત એ છે કે, સોની મિકેનિકલ હેલ્પરની સાથે સાથે માર્શલ આર્ટમાં નેશનલ ચેમ્પિયન પણ રહી ચૂકી છે. સોનીએ માર્શલ આર્ટમાં નેશનલ ગેમ્સમાં ત્રણ ગોલ્ડ મેડલ જીતી ચુકી છે. સોનીને તેની રમતને કારણે હિસાર ડેપોમાં મિકેનિકલ હેલ્પરની નોકરી મળી છે.

સોનીએ તેના પિતાના કહેવાથી માર્શલ આર્ટ શીખી હતી અને તેમના પિતાનું એક સ્વપ્ન હતું કે તેમની પુત્રી માર્શલ આર્ટમાં દેશને ગોલ્ડ મેડલ અપાવે. એટલા માટે સોનીએ માર્શલ આર્ટની તાલીમ શરૂ કરી હતી. સોનીની અંદર એટલી પ્રતિભા અને આવડત હતી કે તેણે નેશનલ ગેમ્સમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા છે. આજે એક માર્શન આર્ટ તેને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે ખુબ જ મદદગાર સાબિત થયો છે. તેમના માટે ખુબ જ મહત્વની વાત છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…